Advertisement

જામજોધપુરના વાલાસણમાં તીનપત્તી રમતા ત્રણ શખ્સને પકડી પાડતી પોલીસ

જામનગર તા. ૨૧ઃ જામજોધ૫ુરના વાલાસણ ગામમાં ગઈરાત્રે જાહેરમાં ગંજીપાના વડે રોનપોલીસ રમતાં ત્રણ શખ્સને જામજોધપુર પોલીસે દરોડો પાડી ઝડપી લીધાં હતાં.

જામજોધ૫ુર તાલુકાના વાલાસણ ગામમાં ગઈકાલે કેટલાંક શખ્સો એકઠા થઈ જુગાર રમી રહયા હોવાની બાતમી મળતાં જામજોધપુર પોલીસે રાત્રે અગિયાર વાગ્યે વાલાસણ ગામના પાદરમાં દરોડો પાડયો હતો.

ત્યાં ચબૂતરાના ઓટા પર બેસી સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાના કૂટી રહેલા કુલદીપસિંહ મહાવીરસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ નાથુભા વાળા તથા ઈન્દ્રજિતસિંહ રઘુવીરસિંહ વાળા નામના વાલાસણ ગામના જ ત્રણ શખ્સ પકડાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૃા. ૩૨૧૦ રોકડા તેમજ રૃા. ૫૦૦ની કિંમતનો મોબાઈલ કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit