Advertisement
Author: નોબત સમાચાર

ઘોડીપાસા વડે જુગાર રમતા આઠ શખ્સ પકડાયાઃ ૧૧ ફરારઃ રૂ।.ર લાખનો મુદ્દામાલ ઝબ્બે લેવાયો

બીજા દરોડામાં એક મહિલા સહિત આઠ પકડાઈ ગયાઃ એક નાસી જવામાં સફળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના બે વિસ્તારમાં ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે પાડેલા દરોડામાં બે મકાનમાંથી એક મહિલા સહિત ૧૬ વ્યક્તિ ઘોડીપાસાથી જુગાર રમતા ઝડપાયા છે. એક સ્થળેથી ૧૧ શખ્સ અને બીજા સ્થળેથી એક શખ્સ પોલીસને જોઈને નાસી ગયો છે. એલસીબીએ ચાર મોબાઈલ, ચાર બાઈક મળી કુલ રૂ।.૨,૮૮,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગરના નાગના રોડ પર નાગેશ્વર પાર્કમાં ગઈરાત્રે કેટલાક શખ્સો એકઠા થઈ એક શખ્સને નાલ આપી ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે રાત્રે સાડા બારેક વાગ્યે કોળી સમાજની વાડી નજીક દિનેશ ગુજરીયાના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ઘોડીપાસાથી જુગાર રમતા અજય નારણભાઈ મકવાણા, ઉમંગ પ્રકાશભાઈ ફલીયા, રવિ ભરતભાઈ બારીયા, જયંતિભાઈ નરશીભાઈ ઢાપા, શાહરૂખ અબ્બાસભાઈ સમા, સંજય કારાભાઈ કાસુંદ્રા, ફિરોઝ કાસમભાઈ કુરેશી, રાહુલ ભરતભાઈ કનખરા નામના આઠ શખ્સ મળી આવ્યા હતા.

દરોડા વેળાએ પોલીસને જોઈને કિશન મખસુખભાઈ મકવાણા, ફિરોઝ ઉર્ફે પપ્પુ સુમરા, રવજી કોળી, ગુલમામદ ઉર્ફે બુચમારૂ, ટી.ઓ. સુમરા, તૈયબ ઉર્ફે ટોયો, મીહીર મુકેશભાઈ મંુજાલ ઉર્ફે મોઢીયો, અજય ઉર્ફે બાઠીયો કોળી, મેંદુભા ઉર્ફે ચાંદલો, કૌશિક જેઠવા, દિનેશ નાથાભાઈ ગુજરીયા નામના ૧૧ શખ્સ નાસી ગયા હતા. રૂ।.૮૫૨૦૦ રોકડા, ચાર બાઈક મળી કુલ રૂ।.૨,૦૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. તમામ ૧૯ સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એલસીબીના દિલીપ તલાવડીયાએ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

ત્યારપછી મોડીરાત્રે ત્રણેક વાગ્યે ચૂનાના ભઠ્ઠા નજીક બાઈની વાડી પાસે મંજુબેન ઝીણાભાઈ સાદીયા નામના મહિલાના મકાનમાં એલસીબી ટીમે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી મંજુબેનને નાલ આપી ઘોડીપાસા વડે જુગાર રમતા ફિરોઝ હુસેનભાઈ ખફી, એજાઝ અહેમદભાઈ દેશરાણી, સાહિલ સીદીકભાઈ હિંગોરા, કલ્પેશ જેસંગભાઈ રાઠોડ, શબ્બીર અબ્બાસભાઈ ખફી, મહંમદહુસેન અબ્બાસભાઈ ખફી, ગોપાલ કિશનભાઈ પરમાર અને મંજુબેન સાદીયા મળી આવ્યા હતા. એલસીબીને જોઈને ખોજાવાડમાં રહેતો આબીદ હનીફભાઈ આંબલીયા નામનો શખ્સ નાસી ગયો હતો. રૂ।.૬૩૧૦૦ રોકડા, ચાર મોબાઈલ, ઘોડીપાસા મળી કુલ રૂ।.૮૩,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે. આઠેય સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મયુદ્દીન સૈયદે ગુન્હો નોંધાવ્યો છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh