Advertisement
Author: નોબત સમાચાર

રંગોળી, સાથિયા, દિવડા રોશનીની સીરીઝની ખરીદીમાં લોકોની ભીડ

દિવાળીના પર્વને આવકારવા જામનગરની બજારોમાં ખરીદીની રોનકઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના ચાર દિવસ બાકી રહૃાા છે ત્યારે શહેરની બજારોમાં તહેવારની ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. દિવાળીના પર્વને આવકારવા માટે લોકો ઘરઆંગણાને સજાવવા રંગોળીના રંગો, સાથિયા, વિવિધ પ્રકારના સ્ટિકરો, દિવડા સહિતની સુશોભનની ચીજવસ્તુઓની ખરીદી કરવા નીકળી પડ્યા છે. દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને બજારમાં રંગબેરંગી રંગોળીના કલર, આકર્ષક ડિઝાઇનના સાથિયા, ઘરનાં દરવાજા અને દીવાલો પર લગાવવાના સ્ટિકરો, માટીના દિવડા સહિતની વસ્તુઓની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઘરોને રોશનીથી ઝળહળતા કરવા માટે ઇલેક્ટ્રિક લાઇટિંગની સીરીઝ, સ્ટાર અને વિવિધ પ્રકારના સુશોભનના સાધનોની પણ લોકો ખરીદી કરી રહૃાા છે. દિવાળીને હવે માત્ર ચાર દિવસ બાકી હોવાથી બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક રોડ માંડવી ટાવર, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર રોડ, ડીકેવી સર્કલ, વિકાસ ગૃહ રોડ, રણજીતનગર, પટેલ સમાજ ચોક સહિત શહેરનાં મુખ્ય બજાર વિસ્તારોમાં તહેવારની ખરીદી માટે લોકોની અવરજવર વધી છે. વેપારીઓમાં પણ દિવાળીની ખરીદીને લઈને ઉત્સાહ જોવા મળી રહૃાો છે અને બજારોમાં ધીમે ધીમે દિવાળીની રોનક છવાઈ રહી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh