Advertisement

શાક માર્કેટ ફરતે નર્કાગાર સમાન ગંદકી, કચરાની સમસ્યાઃ લોકોના આરોગ્ય ઉપર જોખમ

સ્વચ્છ નગરના બણગાં ફૂકનારાઓને કાયમી ગંદકીનું સામ્રાજ્ય દેખાતું નથી...!

જામનગરની સુભાષ શાક માર્કેટ ફરતેના વિસ્તારમાં કાયમ માટે ગંદકી-કચરો ફેલાયેલો રહે છે. ગંદકી અને હાલ વરસાદના કારણે ગારા-કીચડના કારણે સમગ્ર વાતાવરણમાં ભયંકર દુર્ગંધ ફેલાયેલી રહે છે. નવાઈની વાત એ છે કે, આ ગંદકી વચ્ચે જ શાક-બકાલું વેંચવાવાળા, પથરાવાળા, લારીવાળા શાકભાજી વેંચી રહ્યાં છે. મચ્છર, માખી, જીવાતો તેમજ ઢોરનો ત્રાસ પણ છે. પરિણામે લોકોના આરોગ્ય ઉપર જોખમ તોળાયેલું રહે છે. જામનગરને સ્વચ્છ નગર બનાવવાના બણગા ફૂંકનારા મનપાના શાસકોને કે કમસેકમ આ વિસ્તારના શાસક પક્ષના કોર્પોરેટરોને પણ આ વરવી પરિસ્થિતિ દેખાતી નથી. મનપાના સફાઈ વિભાગ દ્વારા અહીં ક્યારેય સફાઈ થતી નથી તે ઉપરની તસ્વીરોમાં ફલિત થાય છે.              (તસ્વીરઃ હેતલ માધવાણી)



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit