Advertisement

દ્વારકા જિલ્લામાં કામ-ધંધા તથા રોજગાર માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજીયાત

સુપર સ્પ્રેડર્સને લઈને કલેક્ટરનું જાહેરનામુંઃ

ખંભાળીયા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર દ્વારા કોરોનાના સુપર સ્પ્રેડર માટે એક મહત્ત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાના સુપર સ્પ્રેડર્સે ધંધો કરતી વખતે તેમની સાથે કોવિડ-૧૯ નો નેેગેટિવ રિપોર્ટ (૧૦ દિવસથી વધુ સમયનો ન હોય તેવો રિપોર્ટ) ફરજીયાત પણે સાથે રાખવાનો રહેશે. શાકભાજીના છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ, હોટલ, રેસ્ટોરન્ટમાં કામ કરતા દરેક ઈસમો, ખાણીપીણીની લારી-ગલ્લાવાળા, રીક્ષા, ટેક્ષી, કેબવાળા અને ભાડે ફરતા વાહનોના ડ્રાઈવર અને ક્લીનર, પાનના ગલ્લાવાળા, ચાની કીટલી, દુકાનવાળા, હેર સલુન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા ઈસમો, ખાનગી સિક્યુરિટી એજન્સીના ગાડર્સ તથા સ્ટાફ, શોપીંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષમાં વેંચાણ વિતરણ કરતા ઈસમો, સ્વરોજગારી મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર, ઈલેક્ટ્રીશ્યન, પ્લમ્બર, ટેકનિશ્યન વિગેરેને આ જાહેરનામું લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાવમાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ-૧૯ અંતર્ગત રસીનો ડોઝ લીધેલ હશે તેવા લોકોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. રસીકરણનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારી તરફથી માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે. ડો. નરેન્દ્રકુમાર મીના (જિલ્લા મેજિ. દેવભૂમિ દ્વારકા) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું આ જાહેરનામું તા. ૩૦-૬-ર૦ર૧ સુધી અમલી રહેશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit