Advertisement

ભાજપ યુવા મોરચા દ્વારા જીરાગઢમાં યોજાયો રક્તદાન કેમ્પ

હડિયાણા તા. ૧૦ઃ જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૭પ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, રક્તદાન કેમ્પના જિલ્લાના ઈન્ચાર્જ ભવદીપ પંડ્યા અને લક્ષ્મણભાઈ ખૂંટી, તેમજ હાર્દિકભાઈ લીંબાણી, નાથાભાઈ વારસાખિયા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણિયા, જેઠાભાઈ અઘેરા, ઘનશ્યામભાઈ, હિતેષભાઈ ચનિયારા, જીતેન્દ્ર વઘોરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit