Advertisement

લતીપર નજીક અકસ્માતઃ મોટરચાલક સહિત બેના મૃત્યુ

ચાલકના કાબૂ બહાર જઈ મોટર અથડાઈ પીલ્લરમાંઃ

જામનગર તા. ૪ઃ ધ્રોલના લતીપર પાસે ગઈકાલે બપોરે બનાસકાંઠાની એક મોટર તેના ચાલકના કાબૂ બહાર જઈ પૂલ નજીકના પીલ્લર સાથે અથડાઈ પડી હતં. આ અકસ્માતમાં મોટરચાલક અને બાજુમાં બેસેલા વ્યક્તિના મૃત્યુ નિપજયાં છે. પોલીસે મોટરના ચાલક સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

ધ્રોલ-ટંકારા ધોરીમાર્ગ પર આવેલાં લતીપર ગામ પાસેથી ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યે બનાસકાંઠા પાર્સિંગની જીજે-૮-બીએસ-૫૮૦૫ નંબરની સ્વિફ્ટ મોટર પૂરપાટ ઝડપે પસાર થઈ હતી.

આ મોટરમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામના અબ્બાસભાઈ પીરમહંમદ શેખ ઉર્ફે હમિદભાઈ સિપાઈ (ઉ.વ.૨૭) ડ્રાઈવિંગ કરી રહ્યાં હતાં. તેઓએ મોટરનો કાબૂ ગૂમાવી દેતાં તે મોટર રોડની સાઈડમાં આવેલાં સિમેન્ટના પીલ્લર સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી.

આ અકસ્માતમાં ડ્રાઈવર હમિદભાઈ તથા તેમની બાજુમાં બેસેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામના ચમનભાઈ કાનજીભાઈ પરમાર નામના પ્રૌઢને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચી હતી. બન્ને ઇજાગ્રસ્તોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયાં હતાં. મોટરમાં તેમની સાથે મુસાફરી કરી રહેલાં દિનેશભાઈ કાનજીભાઈ પરમાર વગેરેને ઈજા થઈ હતી. દોડી આવેલી ધ્રોલ પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ કરવા ઉપરાંત દિનેશભાઈની ફરિયાદ પરથી મોટરના ચાલક અબસભાઈ ઉર્ફે હમિદભાઈ સામે આઈપીસી ૩૦૪(અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit