Advertisement

નગરમાંથી ત્રણ બોટલ શરાબ સાથે બે ઝબ્બે

જામનગર તા. ૪ઃ જામનગરના જનતા ફાટક વિસ્તારમાંથી ગઈરાત્રે પોલીસે એક શખ્સને શરાબની બે બોટલ અને મોહનનગર પાસેથી એક શખ્સને એક  બોટલ સાથે પકડી પાડયો છે. બંનેએ બોટલ આપનારના નામ આપ્યાં છે.

જામનગરના જનતા ફાટક રોડ પરથી ગઈરાત્રે પસાર થયેલાં જયદીપ દિનેશભાઈ ધુલિયા નામના શખ્સને ૫ોલીસે રોકાવી તેની તલાસી લેતાં નાગેશ્વર રોડ પર બુદ્ધવાસમાં રહેતાં અને વેલ્ડીંગ કામનો વ્યવસાય કરતાં જયદીપના કબ્જામાંથી શરાબની બે બોટલ મળી આવી હતી.

આ શખ્સે બન્ને બોટલ નગરના બેડી ગેઈટ નજીક વસવાટ કરતાં હિતેષ ડોલરભાઈ મારૃએ આપ્યાની વિગત જણાવતાં પોલીસે હિતેષની ધરપકડ માટે તજવીજ કરી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તાર સામેના મોહન નગરના ઢાળીયા પાસેથી ગઈકાલે બપોરે પસાર થતાં વિભાપરના અર્જુન કાનાભાઈ વઘોરા ઉર્ફે સાગર નામના શખ્સને ૫ોલીસે રોકાવી ચેક કરતાં તેના કબ્જામાંથી અંગ્રેજી શરાબની એક બોટલ નીકળી પડી હતી. તેણે આ બોટલ ગુલાબનગરવાળા ફિરોઝ જુમાભાઈ સુમરા પાસેથી લીધાનું પોલીસને જણાવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit