Advertisement

૫ત્નીને પરેશાન કરતાં શખ્સ સામે અરજી કરાતા ત્રણ શખ્સે યુવાન પર કર્યો હુમલો

જામનગર તા. ૨૧ઃ જામનગરના કનસુમરા રોડ પર ગઈકાલે સાંજે એક યુવાનને ત્રણ શખ્સે આંતરી લઈ ધોકા, છરી વડે હુમલો કર્યો હતો. આ યુવાનના પત્નીને એક હુમલાખોર અવારનવાર ફોન-મેસેજ કરી પરેશાન કરતો હતો. જેની પોલીસમાં અરજી કરાતાં તેનો ખાર રાખી હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.

જામનગરના ગોકુલનગર રડાર રોડ પર આવેલી દલવાડી સોસાયટીમાં રહેતાં મયુરસિંહ અનોપસિંહ જાડેજા નામના યુવાનને ગઈકાલે સાંજે કનસુમરાના પાટિયા પાસે અજય ખીમજીભાઈ મકવાણા તથા બે અજાણ્યા શખ્સે રોકી ધોકા વડે હુમલો કર્યો હતો. આ વેળાએ એક અજાણ્યા મયુરસિંહને છરી હુલાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતની મયુરસિંહે પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓની પત્નીને ગુલાબનગર નજીકની સિન્ડીકેટ સોસાયટીમાં રહેતો અજય મકવાણા અવારનવાર ફોન તથા મેસેજ કરી હેરાન કરતો હતો. આ બાબતની મયુરસિંહે પોલીસમાં અરજી કરી હતી. તેનો ખાર રાખી ગઈકાલે સાંજે જ્યારે તેઓ કારખાનાથી ઘર તરફ પરત જતા હતા ત્યારે માર્ગમાં રોકી લઈ અજય તથા ત્રણ શખ્સે હુમલો કર્યો હતો અને તેમાં પગમાં ધોકા ફટકારાતા મયુરસિંહને ફ્રેકચર સહિતની ઈજા થઈ હતી. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૩૪૧, ૧૧૪, જી. પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit