Advertisement

જામનગરમાં વરસાદી માહોલ અને તેજીલા વાયરા વચ્ચે મહત્તમ તાપમાનમાં ઘટાડો

જામનગર તા. ર૦ઃ જામનગરમાં ઝપાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરાઓ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં વરસાદી વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. મચ્છરિયા વરસાદની આવન-જાવન વચ્ચે ઝપાટાબંધ રીતે તેજીલા વાયરાઓ ફૂંકાય રહ્યા છે. ગોરંભાયેલા આકાશ અને તેજીલા વાયરાઓ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધી ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી જ્યારે નહીંવત્ ઘટીને લઘુત્તમ તાપમાન ર૬.૪ ડીગ્રી નોંધાયું હતું. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit