Advertisement

જામનગરના લાખાબાવળ નજીક શ્રીકૃષ્ણ શ્રદ્ધા કોવિડ-૧૯ હોસ્પિટલ એન્ડ કેર સેન્ટરનો પ્રારંભ

જામનગર તા. ૪ઃ જામનગર નજીક લાખાબાવળ રોડ પર ખાનગી ટ્રસ્ટ સંચાલિત વધુ એક કોવિડ હોસ્પિટલનો પ્રારંભ થયો છે જેમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ૩૦ ઓક્સિજનના બેડ સહિત કુલ ૧૦૦ બેડની સુવિધા ઉભી કરાઈ છે.

જામનગર-ખંભાળળીયા માર્ગ પર લાખાબાવળ નજીક શ્રીકૃષ્ણ શ્રદ્ધા કોવિડ-૧૯ હોસ્પિટલ એન્ડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો છે, અને ૩૦ ઓક્સિજનની સુવિધાના બેડ અને અન્ય જરૃરી તબીબી સ્ટાફ વગેરે સાથે કુલ ૧૦૦ બેડની વ્યવસ્થા ઊભી કરી લેવામાં આવી છે.  જામનગરના ક્રિષ્ના એજયુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન જયવીનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ અને ડાયરેકટર મનિષભાઈ બુચ અને તેમની ટીમ દ્વારા ટ્રસ્ટના માધ્યમથી કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક માટે અનુભવી તબીબો અને નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથોસાથ બીપી, ડાયાબિટીસ તથા અન્ય આવશ્યક સારવારની જરૃરિયાતવાળા દર્દીઓ માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit