Advertisement

દિગ્વિજય પ્લોટમાં મકાનમાંથી ઝડપાયો અંગ્રેજી શરાબઃ ચોપન બોટલ સાથે એક ઝબ્બે

જામનગર તા. ૨૯ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે શરાબની ૫૪ બોટલ કબ્જે કરી છે. જ્યારે બેડી નાકા તથા ગોરધનપર પાસેથી બે શખ્સ શરાબની બોટલ સાથે પકડાઈ ગયા છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર ૫૪માં આવેલા એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી પરથી ગઈકાલે પોલીસે ત્યાં આવેલા કિશન મયુરભાઈ કનખરા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૫૪ બોટલ મળી આવી હતી. રૃા. ૨૭,૦૦૦ની ઉપરોકત બોટલ કબ્જે કરી પોલીસે કિશન કનખરાની ધરપકડ કરી છે. આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે.

જામનગરના બેડી નાકા પાસે આવેલા ભજીયા સેન્ટર નજીકથી ગઈકાલે સાંજે પસાર થતાં ગુલાબનગર વાળા દિલીપ શ્રીચંદ નાગદેવ નામના સિંધી શખ્સને રોકાવી પોલીસે ચેક કરતાં આ શખ્સના કબ્જામાંથી શરાબની બોટલ સાંપડી હતી.

જામનગર તાલુકાના ગોરધરનપર ગામમાં આવેલી ગ્રીન વીલા પાસેથી ગઈકાલે રાત્રે નરમાણા ગામનો જયેશ ઉકાભાઈ ડાંગર નામનો શખ્સ શરાબની બોટલ સાથે ઝડપાઈ ગયો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit