Advertisement

ભાણવડના ચાર પાટીયા પાસેથી બાયોડીઝલના જથ્થા સાથે ટ્રક ઝબ્બે

જામનગર તા. ૨૧ઃ ભાણવડના ચાર પાટીયા પાસેથી ગઈકાલે પોલીસે એક ટ્રકમાં બેરલમાં ભરીને લઈ જવાતો ૨૭૦ લીટર બાયોડીઝલનો જથ્થો પકડી પાડયો છે. આ જથ્થા સાથે ટ્રકના ડ્રાઈવર આઈપીસી તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીકના ચાર પાટિયા પાસે ગઈકાલે બપોરે ભાણવડના પોલીસ કાફલા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન જીજે-૧૨-એઝેડ-૭૫૭૬ નંબરનો ટ્રક રોકવામાં આવ્યો હતો.

તે ટ્રકની તલાસી લેવાતાં તેમાં રાખવામાં આવેલા બેરલોમાંથી ૨૭૦ લીટર બાયોડીઝલ મળી આવ્યું હતું. પોલીસે ટ્રકના ડ્રાઈવર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામના રામાભાઈ દેવાયતભાઈ ભારાઈને બાયોડીઝલના આ જથ્થા અંગે પૂછપરછ કર્યા પછી કોઈ આધાર કે પુરાવા નહી મળી આવતાં રામાભાઈ બારાઈ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ શખ્સે જરૃરી પરવાનો કે એક્સપ્લોઝિવ-પેટ્રોલિયમ અંગેનું લાયસન્સ મેળવ્યા વગર અને ફાયર સેફટીના સાધનો સાથે રાખ્યા વગર પોતાના ટ્રકમાં આ જથ્થો ભર્યો હોય પોલીસે રૃા. ૧૬,૨૦૦નું બાયોડીઝલ તેમજ રૃા. ૧૫ લાખનો ટ્રક મળી કુલ રૃા. ૧૫,૧૬,૨૦૦નો મુદામાલ કબ્જે કરી આઈપીસી ૨૮૫, આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩, ૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit