આજે સાંજે જામનગરમાં રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું સીએમ દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

જામનગર તા. ૪ઃ જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ૪૦૦ બેઠની કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. જેનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે તેવી જાહેરાત રાજયના મુખ્યમંત્રી દ્વારા આજે જૂનાગઢમાંથી કરવામાં આવી હતી. જામનગરમાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે સરકારી જી.જી. કોવિડ હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ થઈ જતા દર્દીઓની હાલાકી વધી હતી.

આ દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦ બેડની કોવિડ કેર હોસ્પિટલ જામનગરમાં શરૃ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી ૪૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ડેન્ટલ કોલેજની બિલ્ડીંગમાં શરૃ કરવામાં આવનાર છે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થતા આજે સાંજે આ હોસ્પિટલનું લોકાપર્ણ થવા જઈ રહ્યું છે. અહી ઓક્સિજન સહિતની અત્યાધુનિક સાધન સુવિધાથી સજ્જ આ હોસ્પિટલ દર્દીઓને ઉત્કૃષ્ટ સુવિધા મળી રહેશે.

આમ હવે જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલ ઉપરાંત દર્દીઓનું ભારણ ઘટશે. ઉપરાંત કોઈ પણ દર્દીને બેડનાં અભાવે સારવાર અટકશે નહીં.

આજે સાંજે ૫-૧૫ કલાકે જામનગરની રિલાયન્સ કોવિડ હોસ્પિટલ ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૃપાણી હસ્તે થશે.

આ કાર્યક્રમમાં જામનગરની કલેકટર કચેરીમાં રાજ્યમંત્રી આર.સી. ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા કલેકટર રવિશંકર, મ્યુનિ. કમિશનર સતિષ પટેલ, રિલાયન્સના અધિકારીઓ વગેરે વર્ચ્યુઅલી જોડાશે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit