Advertisement

કલ્યાણપુર તાલુકાના પશુપાલકોને પશુના કાન ઉપર કડી લગાડવા સૂચના

ખંભાળીયા તા. ૧૯ઃ ભારત સરકારના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોતાના ગાય અને ભેંસ વર્ગના પશુઓને પશુઓની ઓળખાણ માટે આધાર યોજનાની જેમ પશુઓના કાને કડી લગાવવાના કાર્યક્રમમાં અંતિમ તબક્કો તા. ૩૧-૭-ર૦ર૧ સુધી ચાલુ છે. પશુઓની કાનની કડી તમામ પ્રકારની સરકારની યોજનાનો લાભ તથા અતિવૃષ્ટી, ભૂકંપ, રોગચાળા જેવી કુદરતી આફતોમાં પશુ જાનહાની સમયે પશુ ઓળખ અતિ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત પશુઓને આપવમાં આવતી રસી, કૃમીનાશક દવા, કૃત્રિમ બીજદાન વિગેરેના રેકર્ડ પણ સરળતાથી નિભાવી શકાશે.

જેથી ગાય અને ભેંસ વર્ગના પશુઓ રાખતા હોય તેવા પશુપાલકો ભારત સરકારની યોજનાથી બાકાત ન રહી જાય તે માટે સર્વ પશુપાલકોને અનુરોધ કરાયો છે. ગામના સરપંચ/ડેરી મંત્રી દ્વારા એક-બે દિવસ અગાઉ ગામમાં પશુઓમાં કડી લગાવવા માટેની જાણ કરવાથી નિયત દિવસે એકસાથે ગામના ગાય અને ભેંસ વર્ગના પશુઓને કડી લગાવી આ ઝુંબેશમાં આવરી શકાય જેથી પશુઓને બારકોર્ડ ડિઝિટથી આગવી ઓળખ સુનિશ્ચિત કરવા પુનઃ અનુરોધ કરાયો છે.

હાલમાં આપણા તાલુકામાં પશુપાલન વિભાગની ટીમ દ્વારા ગામે ગામ પશુપાલકોના પશુઓને કાનની કડી મારવાની કામગીરી ચાલુ હોય, તા. ૩૧-૭-ર૦ર૧ પહેલાં પોતાના દરેક પશુઓને કાને કડી લગાવી લેવા જણાવાયું છે. નિયત દિવસે ગામમાં પશુઓ હાજર રાખી, પશુઓને પકડીને મદદ કરવા માણસો હાજર રાખી તથા પશુ માલિકના મોબાઈલ નંબર તથા આધાર કાર્ડ નંબર હાથવગું રાખી પશુપાલન વિભાગની ટીમને મદદરૃપ થવા જણાવાયું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit