Advertisement

અલાસ્કામાં ૮.રની તીવ્રતાનો ભૂકંપઃ સુનામીની ચેતવણી

વોશિંગ્ટન તા. ર૯ઃ અમેરિકાના અલાસ્કામાં સ્થાનિક સમય મુજબ બુધવારે મોડી રાત્રે ૮.ર ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ભૂકંપ પછી સુનામીની ચેતવણી આપવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૪પ કિ.મી., નીચે હતું. આ પછી પણ ૬.ર અને પ.૬ ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા હતાં. ભૂકંપ પછી દક્ષિણ અલાસ્કા, અલાસ્કા, પેનીનસુલા અને એલેયુટિયન ડ્રીમ પર સુનામીની ચેતવણી આપવામાં આવી છે. લોકોને દરિયા કિનારાથી દૂર સુરક્ષિત સ્થળે જવાનું કહેવાયું છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit