Advertisement

જામનગરમાંથી બાળક થયો ગુમ

જામનગર તા. ૨૧ઃ જામનગરમાં ગાંધીનગર વિસ્તાર પાછળ વસવાટ કરતાં એક વાઘેર પરિવારનો નવ વર્ષનો પુત્ર પોતાના ઘરેથી રમવા જવાનું કહી ગુમ થઈ જતાં તેની માતાએ પોલીસને જાણ કરી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આશા૫ુરા મંદિર પાસે વસવાટ કરતાં અમીનાબેન શબ્બીરભાઈ ભડાલા નામના મહિલાનો પુત્ર ગુલામ (ઉ.વ.૯) નામનો બાળક પોતાના ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ જતાં માતાએ ૫ોલીસને જાણ કરી છે.

ઉપરોકત તસ્વીરવાળો બાળક પાતળો બાંધો અને શ્યામવર્ણો વાન ધરાવે છે. તેના કપાળ પર લાગ્યાનું જૂનું નિશાન છે. છેલ્લે તેણે જિન્સનું પેન્ટ તથા પીળા રંગનો શર્ટ ધારણ કરેલો હતો. આ બાળક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પીએસઆ એસ. એન. રાદડીયા ૯૭૨૭૫ ૫૫૫૩૭ અથવા પોલીસ કન્ટ્રોલ રૃમ ૦૨૮૮-૨૫૫૦૨૦૦નો સંપર્ક કરવો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit