Advertisement

જાગનાથ સોસાયટીમાં ગારા-કિચ્ચડનું સામ્રાજ્યઃ રહેવાસીઓને પડતી મુશ્કેલી

ડે.મેયર તેમજ સ્થાનીક કોર્પાેરેટરોએ આ વિસ્તારમાં કોઈ નક્કર કાર્યવાહી કરવા લોક માંગણી

જામનગર શહેરના કાલાવડ ધોરીમાર્ગ પર આવેલી જાગનાથ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તો બનાવવા માટે ત્યાંના રહેવાસીઓએ અરજીઓ કરી હોવા છતાં પણ આ વિસ્તારના કોર્પાેરેટરો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ના હોય. વરસાદ પડતાની સાથે જ આ સમગ્ર વિસ્તારમાં ગારા-કિચ્ચડ જામ થઈ જાય છે અને રાહદારીઓ તથા વાહનચાલકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઈ જાય છે. અત્યારે આ વિસ્તારના રોડ પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. આ વિસ્તારના કોર્પાેરેટર તેમજ જામ્યુકોના ડે. મેયરશ્રી દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ અને અત્યારે કમ-સે-કમ તો મોરમ પાથરી અને આ વિસ્તારના રહેવાસીઓને વરસાદની ઋતુ દરમ્યાન તો રાહત મળી શકે. ઉપરોક્ત તસ્વીરમાં આ વિસ્તારના માર્ગ પર ખાડાઓ પડી ગયેલા તેમજ વાહન ચાલકોને પડતી હાલાકી દૃશ્યમાન થાય છે. તેમજ આ વિસ્તારના રહેવાસીઓ પોતાના સ્વ ખર્ચે ઘર પાસે મોરમ નખાવી અને આ તકલીફોથી થોડી મુક્તી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો જામનગર મહાનગરપાલિકામાં બીરાજમાન થયેલ સત્તાધીશો તેમજ આ વિસ્તારના નગરસેવકો દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ અત્યારે વરસાદની સીઝન પૂરતુ મોરમ નખાવી અને આ લત્તાવાસીઓને રાહત આપે તેવી ત્યાંના રહેવાસીઓમાં માંગણી ઉઠવા પામી છે. તસ્વીરઃ નિર્મલ કારીયા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit