Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ સમિક્ષા બેઠક

ખંભાળિયા તા. ર૧ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના પ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ, સૌનો વિકાસ, પાંચ વર્ષની વિકાસ યાત્રાને વણી લેતી યોજનાઓ અને કાર્યસિદ્ધિને પ્રતિબિંબત કરવા રાજ્ય સરકાર દ્વારા ૧લી ઓગસ્ટથી ૯ મી ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકાના જિલ્લા સેવા સદનના સભાખંડમાં જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૃપે સમિક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્ય સરકારના પ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ, સૌનો વિકાસના કાર્યક્રમ અન્વયે રાજ્યના તમામ જિલ્લાઓની સાથે-સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧લી ઓગસ્ટના 'જ્ઞાન શક્તિ દિન', બીજી ઓગસ્ટના રાજ્યભરમાં પ૦૦ જેટલા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરી 'સંવેદના દિન', મુલાકાતીઓનો દિવસ અને કેબિનેટ બેઠક ૩જી ઓગસ્ટ ને મંગળવારના યોજવામાં આવશે. તેમજ ૪ થી ઓગસ્ટના મહિલા ઉત્કર્ષના કાર્યક્રમો અને સખી મંડળો કાર્યક્રમ થકી રાજ્યની ૧ લાખ બહેનોને બેંક ધિરાણના કાર્યક્રમો યોજી 'મહિલા સશક્તિકરણ દિન' ઉજવવામાં આવશે. પાંચમી ઓગસ્ટના પ૦ કિસાન સૂર્યોદય યોજના અને પ૦ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના મળીને કુલ ૧૦૦ જેટલા કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂત તાલીમ કાર્યક્રમ ફેઝ-ર નો શુભારંભ કરીને 'ધરતીપુત્ર સન્માન દિન'ની ઉજવણી કરવામાં આવશે. ૬ઠ્ઠી ઓગસ્ટએ સમગ્ર રાજ્યમાં ૩૩ રોજગાર મેળા અને પ૦ હજાર યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરી 'યુવા શક્તિ દિન'ની ઉજવણી અને ૭મી ઓગસ્ટના 'ગરીબ ઉત્કૃર્ષ દિન' અને ૮ મી ઓગસ્ટના 'શહેરી જનસુખાકારી દિન'ની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના ર૮ સ્થળોએ વિવિધ કાર્યક્રમોની ઉજવણી સાથે 'વિશ્વ આદિવાસી દિવસ' ૯ મી ઓગસ્ટના કરવામાં આવશે. જે અન્વયે જિલ્લાના વહીવટી અને પંચાયત વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નિવાસી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.એમ. જાની સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit