Advertisement

ખંભાળીયા - દ્વારકા વચ્ચે બની રહેલા નેશનલ હાઈવેના કામમાં ડાયવર્ઝનોના કારણે ભારે મુશ્કેલી

ખંભાળીયા તા. ર૧ઃ ખંભાળીયાના દેવળીયાની દ્વારકાના કુરંગા સુધી ૧૧૦૦ કરોડના માતબર ખર્ચે નવો ફોર લેન નેશનલ હાઈવે બની રહ્યો છે. જે ટોલ રોડ સાથેનો કેન્દ્ર સરકારનો રસ્તો છે. આ કામના કારણે અત્યારે વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યાં છે.

આ રોડ પર દર પાંચ કિ.મી.ના અંતરે એક ડાયવર્ઝન, રસ્તો કમ્પ્લીટ છતાં વચ્ચે પૂલ પર રસ્તો બનાવવો, ડાયવર્ઝનમાં મોટા ખાડા અને ચોમાસામાં પાણી ભરાઈ જવા, માટીના મોટા ઢગલા સહિતની સ્થિતિથી વાહન ચાલકો ભારે પરેશાન થય રહ્યાં છે. ખંભાળીયાથી ભાટિયા ૪૦ કિ.મી.નું અંતર કાપતા એક કલાકથી પણ વધુ સમય લાગે અને ખરાબ રસ્તાથી વાહનોને નુકસાન થાય છે.

કાચા ડાયવર્ઝનમાં વાહનો ફસાઈ જતા હોય તથા અનેક સ્થળે ગામમાં જવાના રસ્તા પણ લોકોને મળે તેવી ભૂલભૂલામણી જેવી સ્થિતિથી ભારે ટીકાપાત્ર બની છે તથા લોકોમાં ખૂબ રોષ ફેલાયો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit