Advertisement

નગરમાં આ વર્ષે પણ શ્રાવણી મેળાઓ રદ થવાની સંભાવના

મનપાએ હજુ કોઈ નિર્ણય લીધો નથી પરંતુ

જામનગર તા. ૨૧ઃ જામનગરમાં કોરોના વાયરસની દહેશતને ધ્યાને લઈને આગામી સાતમ-આઠમના શ્રાવણી મેળાનું આયોજન થશે નહી તેમ હાલના સંજોગો ઉપરથી જણાઈ રહ્યું છે. જો કે, આ બાબતે હજુ સુધી સત્તાવાર બેઠક કે નિર્ણય લેવાયો નથી.

જામનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષોથી શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે.જો કે ગત વર્ષ કોરોનાના કારણે મેળો યોજાયો ન હતો. હાલ તો કોરોના પોઝિટિવ કેસો સદંતર ઘટી ગયા છે પરંતુ ત્રીજી લહેરની દહેશતો વ્યકત થઈ રહી છે ત્યારે જામનગરમાં આ વર્ષે પણ મેળો થશે નહી તેવું જણાઈ રહ્યું છે. જો કે, આ બાબતે હજુ સુધી કોઈ બેઠક યોજાઈ નથી અને સ્ટેન્ડીંગ કમિટીમાં પણ કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ સુત્રો જણાવે છે કે આ વર્ષે પણ મેળો થશે નહીં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit