Advertisement

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયો કોરોના પ્રતિરોધક રસી આપવાનો કેમ્પ

જામનગર તા. ૪ઃ પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી અપાઈ હતી.

પત્રકાર કિંજલ કારસરીયા અને જામનગર મહાનગર પાલિકા (આરોગ્યવિભાગ)ના સંયુકત ઉપક્રમે   ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો માટે પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં કોવિડ-૧૯ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઈ રસીકરણ કરાવે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો.

આ કેમ્પમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન મનિષભાઈ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, પ્રણામી સંપ્રદાયના સ્વામી અમૃતરાજજી મહારાજ, સ્વામી ચંદનસૌરભજી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, શહેર મંત્રી પરેશભાઈ દોમડીયા, કમિશનર સતિષ પટેલ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit