Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રેન પસાર થયાની થોડી મિનિટોમાં જ પ્રચંડ વિસ્ફોટ
જયપુર તા. ૪: રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં અનૂપગઢ-સૂરતગઢ રેલવે લાઇન પર મંગળવારે મોટો ધડાકો થયો હતો. અનૂપગઢથી બઠિંડા જતી પેસેન્જર ટ્રેનને નિશાન બનાવી ઉડાવી દેવાનું ષડયંત્ર હોવાનું પ્રાથમિક તારણ છે. ટ્રેન પસાર થયાની થોડી મિનિટો બાદ બ્લાસ્ટ થતાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસપી, એટીએસ અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, જે આતંકી ષડયંત્ર કે તોડફોડની શક્યતા ચકાસી રહી છે.
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં અનૂપગઢ-સૂરતગઢ રેલવે લાઇન પર મંગળવારે એક મોટો ધડાકો થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અનૂપગઢથી બઠિંડા જઈ રહેલી પેસેન્જર ટ્રેનને ટાર્ગેટ કરીને ઉડાવી દેવાનું મોટું ષડયંત્ર ઘડાયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામ ૫૦ જીબી નજીક રેલવે ટ્રેક પર આ બ્લાસ્ટ ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટો બાદ થયો હતો, જેના કારણે ટ્રેનમાં સવાર અસંખ્ય મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે રેલવે ટ્રેકની નીચે લગાવેલા ૨ થી ૩ સિમેન્ટના સ્લીપર પિલર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.
ધડાકાના કારણે પિલરની અંદર રહેલા લોખંડના સળિયા બહાર ફેંકાઈ ગયા હતા અને રેલવે લાઇનને પકડી રાખતા ક્લિપર પણ ટ્રેકથી અલગ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ શ્રીગંગાનગરના એસપી હરિ શંકર ઉચ્ચ પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ની ટીમોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને નમૂના તથા પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ કોઈ આતંકી ષડયંત્ર કે તોડફોડ નો પ્રયાસ છે કે કેમ તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial