Advertisement

જામનગરના મ્યુનિ. કમિશનર સતિષ પટેલની ગાંધીનગરના મધ્યાહન ભોજન યોજનામાં બદલી

રાજ્ય સરકાર દ્વારા ર૬ આઈએએસના બદલીના હુકમ

જામનગર તા. ૧૦ઃ રાજ્ય સરકારે ર૬ આઈએએસની બઢતી સાથે બદલીઓ કરી છે. જેમાં જામનગરના મ્યુનિ. કમિશનરનો પણ સમાવેશ થયો છે, જો કે તેમના સ્થાને હજુ સુધી કોઈને નિમણૂક આપવામાં આવી નથી. રાજ્યના ર૬ આઈએએસની બદલીઓના આદેશ ગઈકાલે થયા હતાં. જેમાં ૧૮ ની બદલી તેમજ આઠને બઢતી સાથે બદલાવવામાં આવ્યા છે.

જામનગરના મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલની પણ મધ્યાહન ભોજન યોજનામાં કમિશનર તરીકે ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે, જો કે તેમના સ્થાને એટલે કે જામનગર મહાનગર પાલિકામાં કમિશનર તરીકે કોઈ અધિકારીને નિમણૂક આપવામાં આવી નથી.

સતિષ પટેલ ગત્ તારીખ ૯-ર-ર૦૧૯ ના જામનગરમાં હાજર થયા હતાં. એટલે કે તેમણે સવાબે વર્ષથી વધુ સમય કમિશનર તરીકે સેવા આપી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit