દ્વારકા પંથકના મંદિરો તેમજ પર્યટન સ્થળો દર્શનાર્થીઓ-મુલાકાતીઓ માટે ૧૫મે સુધી બંધ

દ્વારકા તા. ૧ઃ કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ નાગેશ્વર જયોતિલિંગ-નાગેશ્વર, ભડકેશ્વર મહાદેવ મંદિર-દ્વારકા સહિતના મંદિરો તથા પર્યટન સ્થળો તા. ૧૫ મે સુધી દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાનો કાળો કેર જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોવિડ-૧૯નું સંક્રમણ વધે નહી તે માટે તા. ૧૫-૫-૨૧ સુધી નાગેશ્વર જયોતિર્લિંગ (નાગેશ્વર), ગોમતી ઘાટ (દ્વારકા), સુદામા સેતુ (દ્વારકા), રૃક્ષ્મણી મંદિર (દ્વારકા), મીરા ગાર્ડન (દ્વારકા), ભડકેશ્વર મહાદેવ મંદિર (દ્વારકા) અને શિવરાજપુર બીચ (શિવરાજપુર) દર્શનાર્થીઓ તથા મુલાકાતીઓ માટે બંધ રહેશે તેમ મામલતદાર - દ્વારકાની યાદીમાં જણાવાયું છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit