Advertisement

ગુણવત્તા પ્રસાર કાર્યક્રમ અંતર્ગત આઠ શાળાઓની મુલાકાત લેતી કાર્યવાહક સમિતિ

જામનગર તા. ૨૧ઃ ગુજરાતી કેળવણી પરિષદના જામનગર કેન્દ્રની કાર્યવાહક સમિતિની આણદાબાવા શૈક્ષણિક સંકુલમાં મળેલ બેઠકમાં વિચારણા થયા મુજબ ગુણવત્તા પ્રસાર કાર્યક્રમનો પ્રકલ્પ જૂન-૨૦૨૧ થી હાથ ધરવાનું નક્કી થયું હતું. આશાસ્પદ શાળામાં જવું, તેના શિક્ષકો અને આચાર્યને પ્રેરિત કરવા અને શાળામાં શૈક્ષણિક ગુણવત્તા વધે એ ઉદ્દેશને ચરિતાર્થ કરવા જામનગર શહેર અને તાલુકાની ૨૦ શાળાથી પ્રારંભ કરવાનો સંકલ્પ થયો હતો. એ અન્વયે કુલ ૮ શાળાઓની વ્યક્તિગત મુલાકાત લેવામાં આવી હતી. પ્રમુખ પ્રભુભાઈ ચાંદ્રા કોઓર્ડિનર ડો. નરેશભાઈ ભંડેરી અને કાર્યવાહક સમિતિના સભ્યો વસોયા, કાનાણી, વગેરેએ શાળાઓની મુલાકાત લીધી હતી.

પ્રથમ તબક્કાની ૮ શાળાઓના પાંચ આચાર્યો અને બત્રીશ શિક્ષકોની બેઠક દરેડ કુમારશાળા, તા. જામનગરમાં ચાંદરાની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. તેમાં આણદાબાવા સંસ્થાના શિક્ષણ વિભાગના ડાયરેકટર હેમાંગભાઈ પારેખના સહયોગથી શરૃ થયેલ ગુણવત્તા પ્રસાર કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. વસોયાએ પ્રાર્થનાનું મહત્ત્વ અંગે પોતાની શાળા અને ગાયત્રી પરિવારના અનુભવના આધારે ભાવાત્મક ગાન સાથે રસાત્મક રજુઆત કરી હતી. કાનાણીએ વાચનનું મહત્ત્વ વિશે ગુજરાત અને દેશકક્ષાના લેખકોના અવતરણો દ્વારા રજુઆત કરી હતી. તેમણે લખેક દેશભકતો, ક્રાંતિકારીઓ, વૈજ્ઞાનિકો વિશેના લેખો શાળાઓને આપશે તેમ કહી, શિક્ષકો અને વિદ્યાર્થીઓને વાચતા કરા પ્રેર્યા હતાં. નરેશભાઈ ભંડેરીએ તમારા બાળકને ઓળખોં, કેળવણી પાથેય અને અનુભવની એરણ પર વગેરે ગુજરાતી કેળવણી પરિષદના પ્રકાશનોનું મહત્ત્વ સમજાવી કેળવણી વિમર્શ દ્વિમાસિક દરેક શાળામાં આવે જ, જેથી સેતુબંધ રચાય અને જળવાય તેના પર ભાર મૂક્યો હતો.

રાજ્ય પ્રતિનિધિ ડો. દિલીપભાઈ વ્યાસે ગુણાત્મકતાના કાર્યક્રમ દ્વારા શાળાની ગુણાત્મકતા કેમ વધે તેની અનુભવ આધારિત લાક્ષણિક અને પ્રભાવક રજૂઆત કરી હતી. વાદીએ જામનગર કેન્દ્ર આ પ્રકલ્પમાં કઈ રીતે મદદરૃપ થશે તેની સમજ આપી હતી. અધ્યક્ષસ્થાનેથી ચાંદરાએ બાળકોના ભાવિનિર્માણ માટે શાળાઓની ગુણવત્તા વધારવા અંગે અનુરોધ કર્યો હતો. બેઠકમાં ઉપાચાર્ય જયસુખભાઈએ કેળવણી પરિષદની ટીમના સભ્યોનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વિરલભાઈએ કર્યું હતું. આભારવિધિ શિક્ષક સુનિલભાઈએ કરી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit