આંતરરાષ્ટ્રીય નવિનીકરણ તથા નવપ્રયોગ સમિટ યોજાઈ

જામનગર તા. ૪ઃ જામનગર જૈન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા ધોરણ ૩ થી ૮ના બાળકો માટે આંતરરાષ્ટ્રીય નવિનીકરણ અને નવપ્રયોગ સમિટ યોજવામાં આવી હતી. જેમાં ૨૭ બાળકોએ ભાગ લીધો હતો. આ સમીટમાં ત્રણ વિભાગમાં સ્પર્ધાનું આયોજન જયકુમાર તથા પ્રિન્સિપાલ શિવાની આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

નિર્ણાયકો તરીકે મૌલી અબ્રાહમ, ઝંખના ઠક્કર તથા સુનિલ યાદવે સેવા આપી હતી. પસદંગી પામેલ વિજેતાઓને આંતરરાષ્ટ્રીય સમિટમાં ઇનોવેશન એમ્બેસેડર તરીકે ભાગ લેવાની તક મળશે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit