Advertisement

રાજકોટમાં ઝંઝાવાતી ર૬ ઈંચ વરસાદઃ નગર જળમગ્ન

અનેક લોકોનું રેસ્ક્યુઃ સેંકડોનું સ્થળાંતરઃ જલભરાવ ઘટાડવા કવાયત

રાજકોટ તા. ૧૪ઃ અષાઢ માસમાં તરસાવ્યા પછી મેઘરાજાએ ચાલુ વર્ષે અષાઢમાં રાજકોટ ઉપર વ્હાલ વરસાવ્યું હોય તેમ ૩૦ કલાકમાં ર૬ ઈંચ જેવો વરસાદ વરસાવી દેતા શહેરમાં જળબંબાકાર થઈ ગયો હતો. ર૦૧ર ની સાલમાં સપ્ટેમ્બર માસમાં જ મેઘરાજાએ ધમાકેદાર ઈનિંગ ખેલીને ર૪ કલાકમાં રપ ઈંચ વરસાદ વરસાવ્યો હતો. તેવી રીતે ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં મેઘરાજાએ સંગીન ઈનિંગ ખેલીને રાજકોટનું જળસંકટ પણ હળવું કરી નાખ્યું હતું.

રાજકોટમાં ગઈકાલે આખા દિવસમાં અઢી ઈંચ વરસાદ વરસાવ્યા પછી મોડી રાતથી રમઝટ બોલાવી હતી. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે રાત્રે વરસાદે દે ધનાધન કરી લેતા રાતે સુતેલા રાજકોટવાસીઓ સવારે ઊઠ્યા ત્યારે ચોમેર પાણી પાણી થઈ ગઈ ગયું હતું. સવારે ૭ થી રાત્રે ૮ સુધીમાં રર ઈંચ વરસાદ વરસ્યો હતો. તે અગાઉ સાડાત્રણ ઈંચ જેવો વરસાદ રવિવારની મધરાત પછી વરસી ગયો હતો.

વરસાદને કારણે ચોમેર પાણી ભરાયા હતાં. નાનામવા સર્કલ, ઈન્દિરા સર્કલ, રૈયા રોડ, સોરઠિયાવાડી ચોક, કેવડાવાડીમાં પાણી ભરાયા હતાં. લલુડી વોંકળી છલકાતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા મનપાની ટીમોએ રેસ્ક્યુ માટે દોડવું પડ્યું હતું. લલુડી વોંકળી ઉપરાંત થોરાળા, ભવાનીનગરમાં પણ રેસ્ક્યુ કરવું પડ્યું હતું. આ વિસ્તારમાંથી ૧ર૦૦ લોકોનું સ્થળાંતર કરીને આસપાસની સરકારી શાળા તેમજ કોમ્યુનિટી હોલમાં ઉતારો આપીને ફૂડ પેક્ટ વિતરણ કરાયું હતું.

આજી નદીમાં આજે ઘોડાપુર આવતા લોકો જોવા ઉમટ્યા હતાં. રામનાથના ઘાટ તેમજ કેસરે હિન્દ પુલ પાસે ટોળા જામ્યા હતાં. આજી નદીમાં ચાલુ વર્ષે આવું પ્રથમ જોરદાર પૂર આવ્યાનું લોકો જણાવી રહ્યા છે.

આજીમાં આવેલા જોરદાર પૂરને કારણે રામનાથ મહાદેવ પાસે આવેલા આજીના બેઠા પુલ ઉપરથી અવર-જવર ભયજનક થતાં મનપાએ તાકીદથી પૂલને બંધ કરીને પરિવહન બંધ કરાવ્યું હતું. મનપાની ફાયરબ્રિગેડ શાખા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ મળીને શહેરમાં અલગ અલગ સ્થળે બચાવ રાહતની કામગીરી હાથ ધરીને પાણીમાં ફસાયેલા ૩૩૪ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડ્યા હતાં. ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે લલુડી વોંકળીમાંથી ર૪ લોકોને બચાવ્યા હતાં. આ રેસ્ક્યુ માટે દોરડા બાંધીને સારી એવી મહેનત કરવી પડી હતી, કારણ કે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો. સ્થાનિક નગરસેવક નિલેશ જળુએ પણ બચાવ રાહતની કામગીરી માટે લોકોને સમજાવવા માટે જહેમત ઊઠાવી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit