Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોનો તરફ ઈતિહાસ હૈ, યહ પુલ બહુત હી ખાસ હૈ
જામનગરમાં તળાવની પાળે ભુજીયા કોઠા અને રણમલ તળાવ વચ્ચે આવેલ લાખોટા કોઠાના પ્રવેશદ્વારને જોડતો ફૂટ ઓવરબ્રીજ તૈયાર થઇ રહૃાો છે. આ ફૂટ ઓવરબ્રિજનું લોખંડી સ્ટ્રક્ચર ફીટ થઇ ગયું છે અને હવે આગળનું કામ થશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં રજવાડી શાસનનાં સમયમાં ભુજીયા કોઠાથી લાખોટા કોઠાને જોડતો આ રીતનો બ્રિજ હોવાની માન્યતા પ્રચલિત છે. જેને પગલે આધુનિક કાળમાં પણ ઐતિહાસિક ઇમારતોનાં રેસ્ટોરેશનનાં પ્રોજેક્ટમાં બંને ઐતિહાસિક ઇમારતને જોડતો ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહૃાો છે. આ પુલ તૈયાર થઇ ગયા પછી સહેલાણીઓ ભુજીયા કોઠા અને લાખોટા કોઠા વચ્ચે આ પુલના માધ્યમથી આવજાવ કરી શકશે. નીચે સામાન્ય વાહનવ્યવહાર અને ઉપર ઐતિહાસિક ઇમારતો ને જોડતો અને સહેલાણીઓની ચહલપહલથી ગૂંજતો આ પુલ અદ્વિતીય બની રહેશે. 'પુલ એટલે એક છેડેથી બીજે છેડે પહોંચાડતો જમીનથી ઉંચો રસ્તો' એટલેકે પુલની બંને તરફ અલગ દુનિયા હોય છે. જેમકે વર્તમાન એ ઇતિહાસ અને ભવિષ્ય વચ્ચેનો પુલ છે. પુલ પાર કરીને તમે એક માઇલસ્ટોન પાર કર્યો હોવાની અનુભૂતિ કરો છો. આ પુલ એ એવો પુલ છે જેની બંને તરફ ઇતિહાસ ઊભો છે. એટલે જ આ પુલ અનોખો છે. શહેરીજનો આ પુલના નિર્માણને લઇને અને તેનો ઉપયોગ શરૂ થવાની પ્રતીક્ષા સાથે ઉત્કંઠા અનુભવી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial