Advertisement

કુદરતી આપદા સમયે સરકાર કે વહીવટીતંત્રની ભૂલો કાઢવાને બદલે એમની સાથે ખભે-ખભો મિલાવીને અસરગ્રસ્તોને મદદ કરવી એ જ અમારી વિચારધારાઃ પ્રકાશ દોંગા

જામનગર તા. ૧૪ઃ સૌરાષ્ટ્રમાં ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના મેઘતાંડવ જેવી કુદરતી આફત આવી છે, લાખો માણસો અને અબોલ પશુઓ પ્રભાવિત થયાં છે. ભયાનક પૂરની સ્થિતિથી ગ્રામ્ય વિસ્તારો અને શહેરના નીચાણવાળા વિસ્તારો આ કુદરતી પ્રકોપથી અસંખ્ય જાન માલની નુકસાની થયેલ જોવા મળી રહી છે. આ કુદરતી આપદા વખતે અસંખ્ય સેવાભાવી લોકો, સંસ્થાઓ તથા વહીવટી તંત્ર પોતાના તમામ શક્ય પ્રયત્નો કરી વધુમાં વધુ માણસોને મદદરૃપ થવા કાર્યશીલ છે. ત્યારે ગુજરાતમાં પોતાની રાજકીય પા..પા.. પગલી કરતી  એવી આમ આદમી પાર્ટીના કાયકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો બનાવીને લોકસહાય કરવા માટે નીકળી પડેલા જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પેજ પર લગભગ ૦૪ઃ૦૦ વાગ્યાની આસપાસ લાઈવ થઈને જામનગર આમ આદમી પાર્ર્ટીના નેતા પ્રકાશ ધીરૃભાઈ દોંગાએ કાર્યકર્તા જોગ એક વિડીયો સંદેશ આપ્યો હતો જેમાં તેમણે કાર્યકર્તાઓને કોઈપણ જાતની રાજકીય ટીકા-ટીપ્પણી કે વહીવટી તંત્રની કોઈ ભૂલ કાઢવાને બદલે એમની સાથે ખભે-ખભો મિલાવીને શક્ય હોય તેટલી તમામ મદદ કરવા સૂચન કરેલ હતું તથા સોશિયલ મીડિયામાં આ કુદરતી આપદાને કોઈ પણ રાજકીય રૃપરંગ ન આપવા સ્પષ્ટ સૂચના આપેલી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યકર્તાઓ સાથે ફૂડપેકેટનું વિતરણ કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા પ્રકાશ દોંગાએ નોબતની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ કુદરતી આફત સામે માણસ બનીને માનવધર્મ નિભાવવાનો આ સમય છે. આ સમય કોઈ સરકાર સામે વાદ વિવાદ કે ટીકા ટિપ્પણી કે વહીવટી તંત્ર ઉપર દોષના ટોપલા ઠાલવવાનો નથી અમારા જામનગર શહેર અને જિલ્લાના લગભગ ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં જે તે પરિસ્થિતિ પ્રમાણે અમારી રીતે અથવા સરકારી વહીવટી તંત્રની સાથે કદમતાલ મિલાવીને વધુમાં વધુ માણસોને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરેલો છે. ખૂબ જ ભયજનક અને દયાજનક સ્થિતિ કયારેય ન ભૂલી શકાય એવા દૃશ્યો અમે જોયા છે. વહીવટી તંત્રને અમે એડીચોટીનું જોર લગાવીને કામ કરતા જોયા છે. માથાપર આમ આદમી પાર્ર્ટીની ટોપી પહેરીને કામ કરવાનો ઉદેશ્ય વિશે પૂછતા પ્રકાશ ધીરૃભાઈ દોંગાએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારો, પૂરની પરિસ્થિતિ અને વરસતા વરસાદમાં એક તો અમો અમારા કાર્યકર્તાઓને ઝડપથી ઓળખી શકીએ અને બીજું ભયજનક જગ્યાઓમાં વહીવટીતંત્ર સામાન્ય માણસોને ન જવા દેવા માટે ફરજ પર હોય તે લોકો અમારી ટોપી જોઈને મદદનીશ તરીકે સીધા ઓળખી જાય જેથી કરીને તેમની સાથે અમારે અમારી ઓળખ અને હેતુ બતાવવામાં સમય વ્યર્થ ન જાય તે અમારો હેતુ હતો. કુદરતી કે માનવસર્જિત આપદા સમયે જયારે રાષ્ટ્ર પર કોઈ પણ પ્રકારની આફત કે જોખમ આવે તો ત્યારે ભવિષ્યમાં પણ હરહંમેશાં અમો સરકાર અને વહીવટીતંત્ર સાથે કદમતાલ મિલાવીને રાષ્ટ્રધર્મ નિભાવશું અને રાજનીતિ એટલા સમય માટે ભૂલી જશું. જામનગરના વિસ્તારોમાં આ સહાયગ્રસ્ત કાર્યમાં આમ આદમી પાર્ર્ટીની અલગ અલગ ૪૫ ટીમો કાર્યરત હતી. પ્રકાશભાઈ દોંગાની ટીમમાં દુર્ગેશ ગગલીન, પ્રવિણ ચનીયારા, આશીષ સોજીત્રા, નીતિન મુંગરા, પાર્થ તાળા, નિલેશ ખાખરીયા, ધવલ ઝાલા, વસંત કાનાણી, ઈકબાલ ખફી, ભરત અકબરી, હિંમત ભદ્રા, મેહુલ પટેલ, ઈરફાન ઠૈયમ, અક્ષય મકવાણા, રાજુ પરમાર, દિલીપસિંહ જાડેજા, હમીદખાન, ભરત ચોવટીયા, મહેશ ડેર, જતીન કોઠીયા, નિલેષસિંહ, જય ભુવા વગેરે સાથે રહા હતા. વધુમાં પ્રકાશભાઈ જણાવે છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં જન જીવન સામાન્ય ન થાય ત્યાં સુધી સેવા કાર્ય ચાલુ રહેશે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit