Advertisement
Author: નોબત સમાચાર

ગાડી પર બેસવા બાબતે બે ભાઈ તથા તેના પિતા પર ચાર શખ્સ દ્વારા હલ્લો

જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના રણજીતસાગર રોડ પર હર્ષદમીલની ચાલી પાસે એક ગાડી પર બેસવાના મુદ્દે ચાર શખ્સે બે ભાઈઓ તથા તેના પિતા પર પાઈપ, બાઈકની ચાવીથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા ઉપરાંત જોઈ લેવાની ધમકી આપતા પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદમીલની ચાલી નજીક વસવાટ કરતા તરૂણભાઈ રાજેશભાઈ સાદીયા તથા તેનો ભાઈ માનવ ગઈકાલે સાંજે તેમના ઘર પાસે હતા ત્યારે એક ગાડી પર બેસવા બાબતે વફાન ઓસમાણ ખફી સાથે બોલાચાલી થઈ હતી.

ત્યારપછી વફાન તેમજ અવેશ ઓસમાણ ખફી, અસરઅલી જેમલાણી ઉર્ફે નુરઅલી, હસન પઠાણ ઉર્ફે જાડાએ ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા તેમ કરવાની ના પાડતા આ ચાર શખ્સે પાઈપ તથા બાઈકની ચાવીથી હુમલો કર્યાે હતો. તરૂણ તથા માનવને છોડાવવા માટે તેમના પિતા રાજેશભાઈ વચ્ચે પડતા તેઓની સાથે પણ ઝઘડો કરી જોઈ લેવાની ધમકી અપાતા તરૂણ સાદીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ, જીપી એક્ટ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh