આઈપીએલના તમામ મેચો સ્થગિત

ખેલાડીઓ, કોચ, ગ્રાઉન્ડ સ્ટાફ વિગેરે કોરોના સંક્રમિત થતાં

મુંબઈ તા. ૪ઃ સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીના કપરાં કાળમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટના મેચો રમાડવામાં આવી રહ્યાં હતાં. જેમાં રમતી ટીમોના ખેલાડીઓ, કોચ તેમજ ગ્રાઉન્ડ સ્ટાફ સહિતના વ્યક્તિઓ કોરોના સંક્રમિત થવા લાગતા આ ટુર્નામેન્ટ રમાડવા અંગે પ્રશ્નાર્થ ઊભો થયો હતો.

જેમાં ગઈકાલે કોલકતા અને બેંગ્લોર વચ્ચેનો મેચ રદ્દ કરવાની જાહેરાત કરાયા પછી આજે ચેન્નાઈ ટીમના બોલીંગ કોચ બાલાજી હૈદ્રાબાદ ટીમના વૃદ્ધિમાન શાહ, દિલ્હીના અમિત મિશ્રા, કોલકતાના વરૃણ ચક્રવર્તી, સંદીપ વોરીયર તેમજ દિલ્હીના સ્ટાફના ચાર જેટલી વ્યક્તિઅના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બાયો બબલમાં રહેલ ર૧ ખેલાડીઓ સુધી કોરોના સંક્રમણ ફેલાતા ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

આ તમામ બાબતો અને ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને વીસીસીઆઈના પદાધિકારીઓની તાકીદની બેઠક યોજાઈ હતી. જેમાં આઈપીએલના હવે પછીના તમામ મેચો મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, ટુર્નામેન્ટના આ બાકી રહેલ મેચો ક્યારથી ક્યાં અને કેવી રીતે રમાડવા તે અંગે ચર્ચા ચાલી રહી છે.

કોરોના કાળના સ્વૈચ્છિક બંધ, રાત્રિ કરફયૂ જેવા સમયમાં ક્રિકેટપ્રેમીઓ માટે ઘરમાં રહીને ટીવી પર મેચોનો આનંદ માણવા મળતો હતો. હવે ટુર્નામેન્ટ હમણાં નહીં રમાડી શકાય તેવા સંજોગો સર્જાતા ક્રિકેટપ્રેમીઓ - ટી.વી. દર્શકો માટે સમય પસાર કરવાની સમસ્યા સર્જાઈ છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit