Advertisement

જામનગર સહિત ૩૬ શહેરોમાં કાલથી વેપાર-ધંધા સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશેઃ રાત્રિ કર્ફયુ યથાવત

કોરોનાના કેસો ઘટતા રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોમાં છૂટછાટઃ

જામનગર તા. ૧૦ઃ કોરોનાના કેસોની સતત ઘટતી જતી સંખ્યાના કારણે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી રહી છી, જો કે જામનગર સહિત રાજ્યના ૩૬ શહેરોમાં કર્ફયુ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી યથાવત્ રાખવામાં આવ્યો છે, પરંતુ વેપાર-ધંધા માટે વધુ એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે તેમજ મંદિર, બાગ-બગીચાઓ ખોલવામાં આવનાર છે. આ નિયમ ૧૧ જૂનથી ર૬ જૂન સુધી અમલમાં રહેશે.

દુકાનો, લારી-ગલ્લા, શોપીંગ, કોમ્પ્લેક્સ, હેરકટીંગ સલુન, સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. મંદિરો, બાગ-બગીચા ખોલવાની મંજુરી આપવામાં આવી છે, જ્યાં પ૦ ટકાની ક્ષમતા સાથેની છૂટ મળી છે. હોટલ, રેસ્ટોરન્ટમાં સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી અને ટેક-અવે માટે રાત્રે ૧ર વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે.

જીમ, બાગ-બગીચાને છૂટ અપાઈ છે. બાગ-બગીચા સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. લગ્ન માટે પ૦ વ્યક્તિ અને અંતિમ વિધિ માટે ર૦ વ્યક્તિની મર્યાદા યથાવત્ રાખવામાં આવી છે. ધાર્મિક સ્થળો પણ કાલથી ખુલ્લી જશે જ્યાં એકસાથે પ૦ વ્યક્તિ જ એકત્ર કરી શકાશે. પુસ્તકાલયો પ૦ ટકાની ક્ષમતા, પબ્લિક ટ્રાન્સપોર્ટ ૬૦ ટકાની ક્ષમતા સાથે ચલાવી શકાશે.

જો કે, અઠવાડિક ગુજરી બજાર, શૈક્ષણિક સંસ્થાઓ, કોચીંગ ક્લાસ, સિનેમા હોલ, સ્વીમીંગ પુલ ખોલવાની મંજુરી અપાઈ નથી, જ્યારે આવશ્યક ચીજવસ્તુઓ, સેવાની છૂટછાટ યથાવત્ રાખવામાં આવી છે. આ તમામ નવા નિયમની અમલવારી તા. ૧૧ જૂનથી શરૃ થશે.

જામનગર સહિત હાલારમાં આવતીકાલથી ધાર્મિક સ્થળો ખોલવામાં આવનાર હોવાથી ભક્તો-શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી છે. દ્વારકાધીશ મંદિરના દ્વાર પણ આવતીકાલથી ખુલશે. આથી બહારગામથી ભક્તોનો પ્રવાહ પૂનઃ શરૃ થશે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit