નાના આસોટામાં ચોરી

જામનગર તા. ૪ઃ ખંભાળિયાના નાના આસોટા ગામમાં શનિવારે તસ્કરોએ એક મકાનમાં રૃપિયા દોઢેક લાખની મત્તાનો હાથફેરો કર્યો છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે. ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામમાં વસવાટ કરતાં દેવીદાસ જાનકીદાસ રામાવત નામના બાવાજી આસામી ગયા શુક્રવારે પોતાનું મકાન બંધ કરીને પરિવાર સાથે બહાર ગયાં હતાં.

શનિવારના દિવસથી રાત્રિના સમય દરમ્યાન તેઓના મકાનમાં મુખ્ય દરવાજાનું તાળું તોડી કોઈ તસ્કરો ઘૂસી ગયાં હતાં. તસ્કરોએ ખાંખાખોળા કરી લાકડાંના કબાટમાંથી રૃા. એક લાખ રોકડા અને પોણા બે તોલાનો સોનાનો ચેઈન શોધી કાઢયાં હતાં. કુલ રૃા. ૧,૪૮,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો પોબારા ભણી ગયાં હતાંં. જેની ગઈકાલે દેવીદાસે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit