Advertisement

ગુરૃપૂર્ણિમાની ઉજવણીઃ 'મનુ સંસ્મૃતિ'નું વિમોચન

જામનગર તા. ૨૯ઃ જામનગરના બાલમુકુન્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરૃપૂર્ણિમા પર્વ નિમિત્તે ગુરૃવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી એડવોકેટ જાગૃતિબેન વ્યાસના નાના મનુભાઈ જોષી (ભારત સરકારના સૌપ્રથમ સુગર એન્જીનિયર, ચીફ એન્જી. ઓફ સુગર ફેકટરી, સુગર એકસ્પર્ટ)ના જીવનકાર્યોની ઝાંખી કરાવતા પુસ્તક 'મનુસંસ્મૃતિ'નું વિમોચન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ સમારોહનું ઉદ્ઘાટન હકુભા જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્થાને ગ્રીન વીલાના સામાજિક કાર્યકર પ્રેમજીભાઈ થાનકી, અતિથિ વિશેષપદે ગાયત્રી શક્તિ પીઠના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. મંત્રી હકુભા જાડેજાએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી., પ્રેમજીભાઈ થાનકી, જાગૃતિબેન વ્યાસે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના સભ્યો એડવોકેટ કલ્પનાબેન વ્યાસ, દિપકભાઈ પંડ્યા, જૈમીન પંડયા, જહાનવી ભટ્ટ, યાજ્ઞિક થાનકીએ જહેમત ઉઠાવી હતી. સંચાલન નિધિ પંડ્યાએ તથા આભારદર્શન જૈમીન પંડ્યાએ કર્યું હતું.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit