Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ પત્તાપ્રેમી નાસી ગયાઃ રૂ।.૧,૩૪,૪૧૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યોઃ
જામનગર તા. ૨: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯ તેમજ લાખાબાવળ, ખીમરાણા, મોટી ખાવડી, ધ્રોલના નથુવડલા, લાલપુર, જામજોધપુર, સમાણા, શેઠવડાળામાં ગઈકાલે પોલીસે જુગાર પકડવા પાડેલા દસ દરોડામાં પચ્ચાસ શખ્સ અને ચાર મહિલા ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાયા હતા. ત્રણ નાસી ગયા હતા. કુલ રૂ।.૧,૩૪,૪૧૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા વિરૂ દાનાભાઈ ચૌહાણ, રમેશભાઈ જીવાભાઈ ચૌહાણ, રામજીભાઈ અરવિંદભાઈ ગોહિલ, વિક્કી વિજયભાઈ બુટીયા, કનૈયા જીતુભાઈ સોલંકી, ધર્મેન્દ્ર જયેશભાઈ વાઘેલા, સંજય વેરશીભાઈ સોલંકી નામના સાત શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૪૮૪૦ કબજે કરવામાં આવ્યા છે.
જામનગર નજીકના ખીમરાણા ગામમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા પરેશ નરશીભાઈ પરમાર, જાદવજીભાઈ લાલજીભાઈ ધારવીયા, મનસુખભાઈ વસરામભાઈ કટેશીયા, કિશોરભાઈ મોહનભાઈ માંડવીયા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. વસંતભાઈ ખીમજીભાઈ નકુમ નાસી ગયા છે. પટમાંથી રૂ।.૨૮૯૫૦ રોકડા, ત્રણ મોબાઈલ કબજે લેવાયા છે.
લાલપુર શહેરના ચાર થાંભલા વિસ્તારમાંથી ગઈકાલે સાંજે રાજુ અમજીભાઈ પરમાર, દીપક જયંતિભાઈ રાઠોડ, સંગીતાબેન રાજુભાઈ પરમાર, નીતાબેન મનસુખભાઈ મકવાણા, સોનલબેન સાગરાભાઈ પરમાર, રેખાબેન નરેશભાઈ પરમાર નામના છ વ્યક્તિ પોલીસના દરોડામાં પકડાયા હતા. રૂ।.૧૦૧૨૦ રોકડા ઝબ્બે લેવામાં આવ્યા છે.
જામનગર-ખંભાળિયા રોડ પર લાખાબાવળ ગામમાં સ્મશાનની દીવાલ પાસે ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા ફૈઝલ મામદભાઈ ખીરા, સીરાજ કાસમભાઈ ખીરા, રફીક હાજીભાઈ ખીરા નામના ત્રણ શખ્સ પંચકોશી બી ડિવિઝન પોલીસના દરોડામાં પકડાયા હતા. દોસમામદ દાઉદભાઈ મથુપોત્રા નાસી ગયા હતા. પટમાંથી રૂ।.૧૬૨૦૦ ઝબ્બે લેવામાં આવ્યા છે.
મોટી ખાવડી ગામમાં આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા દેવાણંદભાઈ વરજાંગભાઈ સંધીયા, સીકંદર સતારભાઈ બુખારી, અજીતસિંહ બહાદુરસિંહ પરમાર, જયેશભાઈ જટાશંકર જોષી નામના ચાર શખ્સ મેઘપર પોલીસના દરોડામાં પકડાયા હતા. પટમાંથી રૂ।.૧૦૭૮૦ કબજે કરાયા છે.
જામજોધપુરની પાળેશ્વર નેસ પાસે ઘાસના ગોડાઉન નજીક ગઈકાલે સાંજે જુગાર રમી રહેલા અનિલ કાનાભાઈ કટારા, મેસુરભાઈ કરશનભાઈ કટારા, પાર્થ ભીમાભાઈ કટારા, દિલીપ હંસરાજભાઈ સોલંકી નામના ચાર શખ્સ રૂ।.૧૦૧૫૦ સાથે પકડાઈ ગયા હતા.
ધ્રોલ તાલુકાના લતીપર ગામના બોરીચાવાસમાં તીનપત્તી રમતા અમિતભાઈ પ્રવીણભાઈ પંડયા, ભરતભાઈ પ્રાણશંકર વ્યાસ, જયંતિલાલ કેશવજીભાઈ મકવાણા, પ્રકાશભાઈ રણમલભાઈ ડાંગર, મુકેશ દેવાણંદભાઈ જીલરીયા, તેજાભાઈ ગોવિંદભાઈ ચભાડીયા, ગંગારામ દામજીભાઈ બારૈયા નામના સાતને પોલીસે પકડી લઈ રૂ।.૧૧૨૫૦ ઝબ્બે લીધા છે.
જામજોધપુરના સમાણા ગામથી ખટીયા તરફના રસ્તા પર ક્રિષ્ના ફાર્મ નામની વાડી નજીક ગઈરાત્રે બાવળના ઝાડ નીચે ગંજીપાનાથી જુગાર રમતા સંજય ભૂપતભાઈ મકવાણા, કુંજનભાઈ વિઠ્ઠલભાઈ ભાયાણી, મામૈયાભાઈ ધનાભાઈ સુમાયત, મુળુભાઈ ધનાભાઈ સુમાયત, શામળાભાઈ નાગાજણભાઈ વિજાણી, સુખરાજ રામદેભાઈ રવશી, શૈલેષ ચંદુભાઈ વસુનીયા, ફકરૂભાઈ બચુભાઈ વસુનીયા નામના આઠ શખ્સ રૂ।.૧૦૨૦૦ સાથે પકડાઈ ગયા હતા.
શેઠવડાળાની સાતકોશી સીમમાં એક ઝાડ નીચે ગઈરાત્રે તીનપત્તી રમતા અમિત રમેશભાઈ લાલકીયા, મહેશ ઠાકરશીભાઈ લાલકીયા, રેનીશ જગદીશભાઈ વાઘેલા, લાખાભાઈ જીવાભાઈ ઘોઘા, રમેશભાઈ પાલાભાઈ રાઠોડ, નુરમામદ ઈસ્માઈલ ભટ્ટી નામના છ શખ્સને પોલીસે પકડી લઈ રૂ।.૧૨૪૦૦ કબજે કર્યા છે.
ધ્રોલ તાલુકાના નથુવડલા ગામની કોબા સીમમાં ગઈકાલે બપોરે રોનપોલીસ રમતા મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા, પ્રવીણભાઈ ચંદ્રશેખર ઉપાધ્યાય, નરેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા, ધર્મેન્દ્રગીરી મંગલગીરી ગોસાઈ, જયંતિલાલ રતીલાલ ધુળકોટીયા નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા છે. રાણાભાઈ ભૂરાભાઈ બાંભવા નાસી ગયા છે. પટમાંથી રૂ।.૪૫૨૦ કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial