Advertisement
Author: નોબત સમાચાર

સતવારા કન્યા વિદ્યાલય અને છાત્રાલયમાં બાળ સુરક્ષા-કલ્યાણ અંગે જાગૃતિ કાર્યક્રમ

જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જિલ્લા બાળ સુરક્ષા એકમ, જામનગર દ્વારા સતવારા કન્યા વિદ્યાલય અને છાત્રાલય, જામનગરમાં બાળકોને લગતા વિવિધ મહત્ત્વપૂર્ણ વિષયો અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન ૨૧૦ દીકરીઓને તેમના અધિકારો, સુરક્ષા, બાળ લગ્ન પ્રતિબંધ, નશામૂક્તિ તથા બાળ જાતીય શોષણ સહિતના વિવિધ વિષયો અંગે બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપાસના પ્રતિષ્ઠાનના સ્થાપક અને સંચાલક ઉપાસના ઠક્કર દ્વારા ખાસ કરીનો પોકસો કાયદો વિષય પર જાગૃતિસભર વકતવ્ય આપવામાં આવ્યું હતું. ઉપાસના ઠક્કર દ્વારા પોકસો કાયદા હેઠળ બાળકોના અધિકારો, બાળ જાતીય શોષણથી રક્ષણ, સારા-ખરાબ સ્પર્શની સમજ, સતર્કતા તેમજ કોઈ અયોગ્ય ઘટના બને ત્યારે યોગ્ય વ્યક્તિ અથવા સંબંધિત તંત્રની મદદ કેવી રીતે મેળવવી તે અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓને તેમના અધિકારો અને સુરક્ષા અંગે જાગૃત કરવાનો તથા બાળ સુરક્ષા સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અંતે તેમને સજાગ અને સતર્ક બનાવવાનો હતો. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં પોકસો જેવા સંવેદનશીલ વિષય પર વકતવ્ય રજૂ કરવાની તક આપવા બદલ ઉપાસના પ્રતિષ્ઠાન તરફથી જિલ્લા બાળ સુરક્ષા એકમ, જામનગરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh