Advertisement

ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલિમ

જામનગર તા. ૨૧ઃ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભાદરા તથા જામનગર શહેરના તળાવફળી વિસ્તારમાં પાંચ દિવસ માટે ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના હસ્ત કલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હસ્ત કલા સેતુની સમગ્ર યોજનાનું અમલીકરણ ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થા, અમદાવાદ દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા ત્રણ દાયકાથી ઉદ્યમશીલતાની તાલીમમાં અગ્રેસર છે તથા હસ્ત કલા સેતુ યોજનાના માધ્યમથી જિલ્લામાં કામ કરતા હસ્તકલાના કારીગરોની આજીવિકા સુધારવા તથા તેઓને સફળ ઉદ્યમી બનાવવામાં આગામી દિવસોમાં પાયાની ભુમિકા ભજવનાર છે.

ભાદરામાં ચાલી રહેલ કાર્યક્રમમાં કુલ ૩૫ તથા તળાવફળીના કાર્યક્રમમાં કુલ ૨૫ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાની જીસીઆઈડીસી ટીમ તરફથી જયદેવસિંહ જાડેજા (ડિસ્ટ્રીકટ લીડ અને માર્કેટ લીકેજ એકસ્પર્ટ), હેમલ ચૌહાણ (ડિસ્ટ્રીકટ ઈન્ટરપ્રેન્યોરશીપ લીડ), વિશ્નુકુમાર વાલ્વા (પ્રોમોશન એન્ડ આઉટરીચ એકસ્પર્ટ) તથા કિશન લગારીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગેસ્ટ ફેકલ્ટી તરીકે શ્રીમતી રીટાબા જાડેજા તથા કુ. સેજલ આશર દ્વારા પણ વિશેષ તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમનું મોનીટરીંગ ઈ એન્ડ વાયના સાગરભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit