Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જનમાર્ગ ફાઉન્ડેશનની
જામનગર તા. ૪: જામનગરમાંં ઈલેક્ટ્રિક સિટી બસો હવે લોકપ્રિય બનવા લાાગી છે અને આગામી તહેવારોમાં લોકલ ટ્રાફિક વધે તેમ છે, ત્યારે જામનગર જનમાર્ગ ફાઉન્ડેશને જામ્યુકો સાથે મળીને જરૂર પડ્યે જૂની અન્ય ઈંધણ આધારિત બસોનું પણ સંયોજન કરીને ઈ-સિટી બસોનું નેટવર્ક અને ફેરા ઉપરાંત પરોઢીયેથી મોડી રાત સુધી ટાઈમીંગ વધારવાની જરૂર હોવાના લોક પ્રત્યાઘાતો મળી રહ્યાં છે.
જામનગર જનમાર્ગ ફાઉન્ડેશને એક એપ્લિકેશન લોન્ચ કરેલી જ છે, અને કોઈપણ વ્યક્તિ તે ડાઉનલોડ કરીને પોતાનો મોબાઈલ નંબર નાખીને લોગ ઈન કરી શકે છે, અથવા "કન્ટિન્યુ એઝ ગેસ્ટ" પર ક્લીક કરીને મોબાઈલ નંબર આપ્યા વગર પણ ઓપન કરી શકે છે. તે પછી તેમાં જર્ની પાર્ટનરમાં જઈને આપણે જ્યાંથી જ્યાં જવાનું હોય, તેની વિગત નાંખતા જ નજીકનો બસનો સમય બતાવે છે, અને લોકેશનથી નજીકનું બસસ્ટોપ પણ "નીયર બાય સ્ટોપ્સ" માં દેખાય છે, અને તેની બરાબર નીચે ૧ થી ૧૬ નંબર સુધીના રૂટ્સ અને તેમાં આવતા-જતા બન્ને વખતના સ્ટોપ્સની વિસ્તૃત વિગતો અને બીજી ક્લીકમાં તેનું ટાઈમટેબલ પણ દેખાય છે.
નગરજનો તથા આ ઈ-સિટીબસનો ઉપયોગ કરતા બહારગામથી આવતા લોકોના અનુભવે એવા પ્રતિભાવો મળ્યા છે કે, કેટલાક બસરૂટનું ટાઈમટેબલ વાસ્તવિક રીતે હાલમાં દોડતી બસોના ટાઈમીંગ સાથે સુસંગત નથી અને કેટલાક બસરૂટમાં એલઈડી સ્ક્રોલીંગ મુજબ બસો દોડતી નથી, એવી ફરિયાદો પણ સાંભળવા મળી રહી છે કે, હજુ પણ નગરમાં દરેક સ્થળે સિટી બસસ્ટોપના બોર્ડ ઊભા થયા નહીં હોવાથી મોટા-મોટા સર્કલોમાં ક્યા સ્થળે ઊભીને ઈન્તેજાર કરવો તેની લોકોને સમજ પડતી જાય તો કેટલીક બસોમાં પેસેન્જરને જવું હોય ત્યાં બસ જશે કે નહીં તેનો વ્યવસ્થિત જવાબ સ્ટાફ દ્વારા મળતો નથી, જ્યારે કેટલીક બસોનો સ્ટાફ પેસેન્જરને આગળથી કનેકશન કર્યાથી મળશે, અથવા પેસેન્જરને જવું હોય, ત્યાંની બસ ક્યાંથી અને ક્યારે મળશે, તેની પૂરેપૂરી માહિતી લોકોને સમજાવતા પણ હોય છે. આ પ્રકારના મિશ્ર પ્રત્યાઘાતો જોતા એવું લાગે છે કે ફાઉન્ડેશને ફિલ્ડ સ્ટાફને હજુ પણ પૂરેપૂરી ટ્રેનીંગ આપવાની જરૂર છે અને સ્ક્રોલીંગ ઉપરાંત બસ જ્યાં જતી હોય, તેના રૂટના શરૂઆત અને અંતિમ બસસ્ટોપ તથા વચ્ચેના મુખ્ય સ્ટોપ્સની વિગતો લખેલા બોર્ડ સિટીબસના આગળના કાચ પાસે તથા સાઈડમાં પણ લગાવવા જોઈએ, કારણ કે, અમદાવાદ-વડોદરાની જેમ હજુ જામનગર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી જામનગર જુદા-જુદા કામો કે નોકરી કે ખરીદી કરવા આવતા લોકોને બસ નંબરના આધારે પોતાના સ્ટોપની બસ છે કે નહીં, તે નક્કી કરવાની આદત પડી નથી કે ફાઉન્ડેશને પણ માત્ર ઓનલાઈન એપ્લિકેશન મૂકીને સંતોષ માની લીધો હોય તેમ જણાય છે. હકીકતે તમામ રૂટ અને તેની વચ્ચે આવતા સ્ટોપ્સની વિગતો દરેક સર્કલો તથા મોટા બસ સ્ટોપ્સની આજુબાજુ હોર્ડિંગ્સ ઊભા કરીને પ્રદર્શિત કરવી જોઈએ, એટલું જ નહીં, ઓનલાઈન એપ્સ અને પ્રદર્શિત થયેલ ટાઈમટેબલ મુજબ જો સંચાલન થાય અને દરેક ફેરફાર થાય ત્યારે તે અપડેટ થઈ જાય, તે અત્યંત જરૂરી છે. પ્રત્યેક બસોમાં એસ.ટી. બસોની જેમ વચ્ચેના બસસ્ટોપ્સ (વાયા) ના નામ સાથે આગળ પાછળ અને સાઈડમાં દેશી સિસ્ટમથી બોર્ડ પણ મૂકવા જરૂરી છે. દૃષ્ટાંત તરીકે ગોકુલનગર જતી બસમાં તેનો સ્ટાફ આગળના કાચ પાસે આવું બોર્ડ રાખે છે, પરંતુ તેમા માત્ર "ગોકુલનગર" લખેલું હોય છે. જો એ જ રીતે દરેક બસમાં આગળ-પાછળ અને પેસેન્જરના ચડવાના દરવાજા પાસે સાઈડમાં બસના ઉપડવાના સ્થળ, વચ્ચેના મુખ્ય ચાર-પાંચ સ્ટોપ્સ તથા અંતિમ સ્થળની (એસ.ટી. બસોની જેમ) દેશી પદ્ધતિથી બોર્ડ મૂકાશે તો લોકલ પરિવહન કરતા મુસાફરોને પણ સરળતા વધશે અને ટ્રાફિક વધતા ફાઉન્ડેશનની આવક પણ વધશે. જો કે, આ સેવા પબ્લિકની સુવિધા માટે હોવાથી તેમાં કોમર્શિયલ એન્ગલ નથી, પરંતુ જેટલી આવક વધી છે, તેટલી જ ઈ-સિટિબસોની સુવિધા પણ વિસ્તરશે, જેથી સ્ટીરિયોટાઈપ સંચાલન કરીને અને ચીલાચાલુ રીતે 'હોતી હૈ, ચલતી હૈ' ની માનસિકતાથી સિટી બસોનું નેટવર્ક ચલાવવાના બદલે ફાઉન્ડેશને લોકલથી અને પ્રોફેશ્નલ (વ્યવહારૂ) અભિગમ સાથે સુધારા-વધારા તથા પબ્લિક ફીડબેક મુજબ સુવિધાઓમાં સુધારો-વધારો કરવો જરૂરી છે., અને તેના સંદર્ભે મેયર, બોડી તથા કોર્પોરેટરોએ પણ સક્રિય રસ લેવો જરૂરી છે.
કેટલાક રૂટોમાં ઉંધો ટાઈમીંગ હોવાથી તથા ટાઈમટેબલ જણાવ્યા મુજબની ટ્રીપો થતી નહીં હોવાથી પુરતો ટ્રાફિક થતો નથી. દૃષ્ટાંત તરીકે ટાઉનહોલથી માધાપર-ભૂંગા તરફ જતી આવતી બસોનું સંચાલન સ્થાનિક લોકોની જરૂરિયાત મુજબના ટાઈમટેબલ ગોઠવીને તથા જાહેર કરાયેલા ટાઈમટેબલ મુજબ જ થાય, અન તેમાં વિવેકી અને પ્રોફેશ્નલ સ્ટાફ મૂકાય, તો તે રૂટ પર અત્યારે બહુ ટ્રાફિક થતો નથી, તેના બદલે ભરચક્ક ટ્રાફિક મળે તેમ છે. આ રૂટ પર એક સૌથી વધુ સોસાયટીઓ તથા હજારોની વસતિ છે, જેમાં નોરિયાતો, શ્રમિકો, ધંધાર્થીઓ અને વિદ્યાર્થીઓને અનુરૂપ ટાઈમટેબલ ગોઠવવાની તથા નવા રૂટની માંગણી પણ ઉઠવા લાગી છે, સવારે ૬ ની બાયપાસ સરૂસેકશન રોડ થઈને શાળા-કોલેજોને આવરી લેતો, બપોરે પરત આવે તેવો સરક્યુલર રૂટ તથા સવારે ૧૦ વાગ્યાની આસપાસ સોસાયટી વિસ્તારો, ટાઉનશીપો નજીકથી લાલબંગલા, ટાઉનહોલ તરફ જતો-આવતો સરક્યુલર રૂટ શરૂ કરવાની જરૂર જણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial