Advertisement

જળભરાવની સમસ્યા વચ્ચે સામાન ફેરવતાં નગરના બે વ્યક્તિના મૃત્યુ

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં ગઈકાલે રણજીતસાગર ઓવરફ્લો થતાં આવી ચઢેલા વરસાદી પાણી તથા શહેરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પોતાના ઘર તથા પરિવારને બચાવવાના પ્રયત્નમાં બે વ્યક્તિના અપમૃત્યુ થયાનું નોંધાયું છે. એક યુવાન સામાન ફેરવતી વેળાએ લોહીની ઉલ્ટી થવાથી અને એક પ્રૌઢ સામાન ફેરવતી વેળાએ લપસીને પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જવાથી મોતને શરણ થયા છે.

જામનગર શહેર ઉપરાંત જિલ્લાભરમાં ગઈકાલે મેઘતાંડવ સર્જાયું હતું. ભારે વરસાદના કારણે મોટાભાગના નદી-નાળા છલકાઈ જતા ચોમેર પાણી-પાણી થઈ ગયું હતું. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગોઠણબૂડ પાણી ભરાયાં હતાં અને બેઠા પુલ પરથી ધોધમાર પાણી વહી નીકળ્યા હતાં.

તે ઉપરાંત જિલ્લાના કેટલાક ગામોમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અચાનક પાણીના ધસી આવેલા પ્રવાહે નાગરિકોને ઘાંઘા બનાવી દીધા હતાં. લોકો સલામત સ્થળ શોધી રહ્યાં હતાં અને પોતાના પરિવારને બચાવવાના પ્રયાસ કરતાં હતાં. સરકારી તંત્રો દ્વારા શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી હતી. ખાનગી સંસ્થાઓએ યુદ્ધના ધોરણે ફૂડપેકેટ બનાવી લાભાર્થીઓને વિતરણ શરૃ કર્યું હતું.

આવી પરિસ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર પાછળના પુનિતનગરની શેરી નંબર ત્રણમાં રહેતા હરેન્દ્રસિંહ અભયસિંહ જાડેજા (ઉ.વ. ૩૨) પણ પોતાના ઘર પાસે ભરાઈ રહેલા વરસાદી પાણીથી પોતાના ઘરનો માલસામાન બચાવવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે તેઓની સાથે પાડોશીઓ પણ જોડાયા હતાં. આ વેળાએ હરેન્દ્રસિંહને કોઈ કારણથી લોહીની ઉલટી થતાં આ યુવાન બેશુદ્ધ બની ગયાં હતાં. તેઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. અરવિંદસિંહ બહાદુરસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી હતી.

નગરના નીચાણવાળા ભાગમાં આવેલા મોટાભાગના વિસ્તારો જળભરાવના કારણે ટાપુ જેવા દેખાતા હતા. તે દરમ્યાન કાલાવડ નાકા બહાર આવેલા હુસેની ચોક નજીકના ખાટકીવાડમાં પાણી ભરાવા લાગતાં અને બપોરે દોઢેક વાગ્યે પાણીનું સ્તર અચાનક વધતાં ત્યાં વસવાટ કરતા ઈકબાલભાઈ આમદભાઈ ખાટકીના મકાનમાં નીચેના માળે પાણી ભરાઈ જતાં અને તે પછી પણ પાણી વધતું જતું જોઈ ઈકબાલભાઈ તથા તેમના પરિવારજનોએ બીજા માળની ઉપર પોતાનો સામાન ફેરવવાનું શરૃ કર્યું હતું. તે પછી પાણી વધ્યું હતું અને બીજા માળ સુધી પહોંચ્યું હતું. તેથી સામાન ફેરવવામાં ઝડપ કરવામાં આવી હતી. ત્યારે જ ઈકબાલભાઈનો પગ લપસી પડતાં આ પ્રૌઢ ખાબકી ગયા હતા. તેઓને તરતાં આવડતું ન હોય જ્યાં સુધીમાં બહાર કાઢવામાં આવ્યા ત્યાંં સુધીમાં વધુ પડતું પાણી પી ગયેલા ઈકબાલભાઈનું મૃત્યુ નિપજયું હતું. તેમના પુત્ર તૌફિકભાઈએ પોલીસને જાણ કરી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit