Advertisement

રપ-જુલાઈઃ આંતરરાષ્ટ્રીય આઈ.વી.એફ. દિવસ

જામનગર તા. રપઃ આવતીકાલે રપમી જુલાઈના આંતરરાષ્ટ્રીય આઈ.વી.એફ. દિવસ છે. નગરની સિદ્ધિ વિનાયક હોસ્પિટલના ડો. ગાયત્રી સુરેશ ઠાકરે આ અંગે નિઃસંતાન દંપતીઓ માટે જાણકારી પ્રસ્તુત કરી છે.

આવતીકાલે રપમી જુલાઈના આંતરરાષ્ટ્રીય આઈ.વી.એફ. દિવસ છે. જામનગરની સિદ્ધિ વિનાયક આઈ.વી.એફ. હોસ્પિટલના ડો. ગાયત્રી સુરેશ ઠાકરે આઈ.વી.એફ. અંગે વિસ્તૃત જાણકારી પ્રસ્તુત કરી હતી.

આ આઈ.વી.એફ. માં તો સ્ત્રી બીજ અને પુરૃષ બીજનું ફલીનીકરણ, અતિઆધુનિક વૈજ્ઞાનિક આઈ.વી.એફ. લેબોરેટરીમાં કરવામાં આવે છે. તેના પરિણામરૃપ બનતા ફલીતાંડમાંથી ૪/૮/૧ર કે ૧૬ કોષના ગર્ભ બને છે જે ત્રીજા અથવા પાંચમા દિવસે સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપન કરવામાં આવે છે. ગર્ભ સ્થાપનના ૧૪ દિવસ પછી બીટા-એચસીજી નામનો લેબ ટેસ્ટથી પોઝિટિવ પરિણામ દ્વારા સગર્ભાવસ્થા છે કે નહીં તેની જાણ થાય છે.

આંતરરાષ્ટ્રીય આઈ.વી.એફ. દિવસ નિમિત્તે સિદ્ધિ વિનાયક આઈ.વી.એફ. હોસ્પિટલ અને ડો. ગાયત્રી સુરેશ ઠાકર નિઃસંતાન દંપતીઓને બાળકની વધામણીથી જીવનમાં સંપૂર્ણતા અનુભવવા પ્રોત્સાહિત કરે છે. જે લોકોને લાંબા સમયનું નિઃસંતાનપણું, ઘણા બધા ડોક્ટરને બતાવ્યા છતાં બાળક ન થવું, હોર્મોનની બીમારી, શુક્રાણુંની સંખ્યા ઓછી હોવી અથવા શુક્રાણુંની ગુણવત્તા બરાબર ન હોવી, નળી ખરાબ હોવી, ગર્ભાશયની ગાંઠ કે સોજો, અંડપીંડની બીમારી, દા.ત. ચોકલેટ સીસ્ટ આગળના પ થી ૬ આઈ.યુ.આઈ. કે  આઈ.વી.એફ.ની નિષ્ફળતા, મોટી ઉંમરના દંપતી, બીજીવારના લગ્ન, બહું જ ઓછો એ.એમ.એચ.વાળા દર્દીઓએ આ પદ્ધતિ (આઈ.વી.એફ.) નો સમય ગુમાવ્યા વિના લાભ લેવો જોઈએ. આઈ.વી.એફ.માં સંપૂર્ણ કુટુંબનો સાથ-સહાકાર પણ જરૃરી છે. વિજ્ઞાનના સહારે કુદરતની અપૂર્ણતાને પૂર્ણ કરી અને બાળકનો ખિલખિલાટ ઘરમાં લાવી શકાય છે.

આઈ.વી.એફ. અંગે વધુ માહિતી અને માર્ગદર્શન તથા નિદાન-સારવાર માટે સિદ્ધિ વિનાયક આઈ.વી.એફ. હોસ્પિટલ (ઉચ્ચ સ્તરનું ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર), કે.ડી. જ્વેલર્સ પાછળ, પંડિત નહેરૃ માર્ગ, જામનગર (ફોનઃ ૦ર૮૮-રપપર૧૧૭) (મો. ૯૪ર૭૯ ૪૪૦૬૩) નો સંપર્ક કરવા જણાવાયું છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit