Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. ૧ થી ૧૨ સુધીમાં કોઈપણ પ્રવેશ વંચિત ન રહે તે માટે આયોજન

ખંભાળીયા તા. ૧૦ઃ સમગ્ર ગુજરાતમાં ધો. ૧ થી ૧૨ ની પ્રાથમિક તથા માધ્યમિક અને ઉ.મ. શાળાઓ ખુલી ગઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉ.મ. શાળાઓમાં કોઈ પરેશાની વગર છાત્રોને પ્રવેશ મળે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર તથા એજ્યુ. ઈન્સ્પેકટર વિમલભાઈ કિરતસાતા દ્વારા જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો. ૯ થી ૧૨ માં પ્રવેશ મુશ્કેલી વગર મળી રહે તે માટે આયોજન કરીને જયાં વર્ગો વધારવાની જરૃર હોય ત્યા વર્ગો વધે તેવું આયોજન કર્યું છે. જે-તે વિસ્તારમાં પ્રવેશ પ્રશ્નો અંગે સંબંધિત વિસ્તારના આચાર્ય સાથે ચર્ચા કરી છે.

ધો. ૧ થી ૮ માં પ્રવેશ માટે જિ.પં. ના શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ હરીભાઈ નકુમ તથા જિ.શિ. ભાવસિંહ વાઢેર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

શૈક્ષણિક સંસ્થાઓને સહાય આપવા માંગણી

કોરોના મહામારી સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રો માટે રાહત પેકેજ જાહેર થયા છે ત્યારે રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને વેરા મુક્તિના લાભ રાખવા, વ્યાજવગરની લોન આપવા સહિતના સહાય પેકેજની જાહેરાત કરવા માંગણી કરી છે.

માધ્યમિક શિક્ષણ પૂર્ણ થયાનો રિમાર્ક

ધોરણ ૧૦ ના છાત્રોને માસ પ્રમોશન અપાયા પછી તેમના લીવીંગ સર્ટીફીકેટમાં માસ પ્રમોશન ના રીમાર્કના બદલે માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા જેવો રિમાર્ક આપવામાં આવશે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit