Advertisement

ખંભાળીયામાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખનું આગમન

ખંભાળીયા તા. ૨૦ઃ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ ખંભાળીયા શહેરમાં આગમન થયું હતું.

શહેરના પ્રવેશદ્વારે તેમનું ઢોલ-નગારા સાથે બાઈક રેલી કાઢીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ન.પા.ના યોગ હોલમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, તથા તેમની ટીમ, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના તથા તેમની ટીમ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. પ્રશાંત કોરાટે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કણઝારીયા તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતાં.

દ્વારકામાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, સહદેવસિંહ માણેક, વનરાજસિંહહ વાઢેર, આનંદભાઈ હરખાણી, અલ્પેશ પાથરની ટીમ દ્વારા દ્વારકાધીશ દર્શન, ધાન્યતુલા, સન્માન સમારોહ, નાગેશ્વર મંદિરે ધ્વજારોહણ વગેરે કાર્યક્રમો યોજાયા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit