Advertisement

ઠેબા ચોકડી પાસે મોડીરાત્રે મોટર થાંભલા સાથે અથડાતાં મહિલાનું મૃત્યુ

બાળક, મોટરચાલક સહિત ત્રણ ઈજાગ્રસ્તઃ

જામનગર તા. ૨૧ઃ જામનગર નજીકની ઠેબા ચોકડી પાસે ગઈરાત્રે ત્રણેક વાગ્યે એક મોટર રોડની કિનારીએ આવેલા વીજ થાંભલા સાથે ટકરાઈ પડી હતી. થાંભલો ધરાશાયી થઈ મોટર પર પડયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. જ્યારે એક બાળક તેમજ મોટરચાલક સહિતના ત્રણને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલી ઠેબા ચોકડી પાસે ગઈરાત્રે ત્રણેક વાગ્યે પુરપાટ ઝડપે જતી એક મોટર તેના ચાલકના કાબૂ બહાર જઈ સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે ટકરાઈ પડી હતી.

આ અકસ્માતમાં મોટર અથડાયા પછી થાંભલો મોટર પર જ ધસી પડયો હતો. જેના કારણે મોટરના ચાલક તેમજ એક બાળક સહિતના ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા છે અને મોટરમાં આગળ બેસેલા રેશ્માબેન નામના મહિલાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે.

અકસ્માતની જાણ થતાં પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ પી સોઢા તેમજ જમાદાર ચંદુભા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ત્યાંથી પસાર થતાં અન્ય વાહનના ચાલકોએ મોટરમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની તજવીજ શરૃ કર્યા પછી ત્રણેય ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પર પંચનામા સહિતની કાર્યવાહી કરવા ઉપરાંત મૃતક, ઈજાગ્રસ્તોના નામ, સરનામા વગેરે મેળવવા તજવીજ કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit