દેશમાં કોરોનાના કેસ બે કરોડને પાર

અત્યાર સુધીમાં ૧ કરોડ ૬૬ લાખથી વધુ લોકો સાજા થયાઃ

નવી દિલ્હી તા. ૪ઃ દેશમાં કોરોનાના કેસ બે કરોડને પાર પહોંચ્યા છે, જ્યારે ર.રર લાખથી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.

કોરોનાનો કહેર યથાવત્ રહ્યો છે, પરંતુ તેની તિવ્રતા ઘટી રહી હોવાનું જણાય છે. છેલ્લા ર૪ કલાકમાં દેશમાં ૩,પ૭,રર૯ નવા કેસ નોંધાયા છે અને ૩૪,૪૦૯ લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાઈરસના કુલ કેસનો આંકડો ર કરોડને વટાવી ગયો છે. દેશમાં હવે કુલ કેસ ર,૦ર,૮ર,૮૩૩ થયા છે.

માત્ર અમેરિકા જ હવે ભારત કરતા આગળ છે ત્યાં ૩.૩ કરોડ કેસ નોંધાયા છે. તે પછી બ્રાઝિલનો નંબર આવે છે ત્યાં ૧.પ કરોડ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ર૪ કલાકમાં ૩,ર૦,ર૮૯ દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસ ૩પ લાખની નજીક પહોંચી ગયા છે.

દેશમાં અત્યાર સુધીમાં ૧,૬૬,૧૩,ર૯ર દર્દીઓ સાજા થયા છે અને દેશમાં કુલ મૃત્યુઆંક ર,રર,૪૦૮ થયો છે. ભારતમાં બીજી લહેર જીવલેણ બની છે. બે સપ્તાહમાં જ ૧૮પ ટકા જેટલા મોત નોંધાયા છે. દેશમાં રોજ સરેરાશ ૩૪૧૭ મોત થઈ રહ્યા છે, જ્યારે ૪ સપ્તાહ પહેલા રોજ ૭૮૭ મોત થતા હતાં.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit