Advertisement

પેટમાં દુખાવો ઉપડયા પછી શ્રમિક પરપ્રાંતિય મહિલાનું નિપજયું મૃત્યુ

જામનગર તા. ૨૧ઃ જોડિયાના પીઠડ ગામમાં ખેતમજૂરી કરતું એક દંપતી ગઈકાલે વતન જવા રવાના થતું હતું ત્યારે પત્નીને પેટમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ પરિણીતાનું સારવારમાં મૃત્યુ નિપજયું છે. પોલીસે તપાસ શરૃ કરી છે.

જોડિયા તાલુકાના પીઠડ ગામમાં આવેલા ગોપાલભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ કરવા માટે મધ્યપ્રદેશના ખરગોલ જિલ્લાના લીમબરાની ગામના રવિભાઈ જુવાનસીંગ મેવાડી અને તેમના પત્ની શિતલબેન આવ્યા હતા. આ દંપતી ખેતરમાં રહી મજૂરીકામ કરતું હતું. તેઓએ વતનમાં જવાનું નકકી કર્યું હતું.

તે મુજબ આ દંપતી ગઈકાલે મધ્યપ્રદેશ જવા રવાના થયું હતું. ત્યારે અચાનક જ શિતલબેનને પેટમાં દુખાવો થવા લાગતાં તેણીને ધ્રોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે જામનગર લઈ જવાનો તબીબે અભિપ્રાય આપતાં શિતલબેનને ૧૦૮ મારફત જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ પરિણીતાને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં.

ઉપરોકત દંપતીના આઠ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. તે પછી ગઈકાલે તેણીનું પેટમાં દુખાવો થયા પછી મૃત્યુ થયું હોય જોડિયાના પીએસઆ ડી. પી. ચુડાસમાએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગ્રામ્ય ડીવાયએસપીને તેની જાણ કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit