ભાટિયા પંચાયત દ્વારા તા.૧૦મી મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધનો નિર્ણય

ભાટિયા તા. ૧ઃ ભાટિયા ગ્રામપંચાયત દ્વારા કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને અગાઉ તા. રર/૪ થી ૩૦/૪ સુધી સ્વૈચ્છિક ગામ બંધનો નિર્ણય કર્યો હતો. હજી કોરોનાની સ્થિતિ ગ્ભીર હોય, ગ્રામ પંચાયતમાં સરપંચના અધ્યક્ષસ્થાને ગામના આગેવાનો, વેપારીઓની મિટિંગ યોજાઈ હતી. જેમાં તા. ૧૦ મી મે સુધી સંપૂર્ણ બંધનો નિર્ણય કરાયો હતો. તે મુજબ સવારે ૭ થી ૧ર સુધી અનાજ-કરિયાણા,ઘંટી, શાકભાજી, ફળની દુકાનો, દવાખાના, મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે, જ્યારે હોટલો દ્વારા માત્ર પાર્સલ સુવિધા ચાલુ રહેશે. ડેરી સવારે ૭ થી ૧ર અને સાંજે પ થી ૮ સુધી ખુલ્લી રાખી શકાશે. બહારગામથી ફેરી કરતા, ગુજરીબજારવાળા તમામને ગામમાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હાઈવેની હદમાં આવતી તમામ દુકાનોને પણ આ નિર્ણયનો અમલ કરવાનો રહેશે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit