Advertisement

નોન એ.સી. બસોમાં આજથી ૧૦૦ ટકા મુસાફરોને છૂટઃ સ્વિમીંગ પુલ-વોટર પાર્ક ખુલ્યા

પહેલી ઓગસ્ટ સુધી રાત્રિ કરફ્યૂ યથાવત્ઃ

જામનગર તા. ર૦ઃ જામનગર સહિત રાજ્યમાં આજથી નવા જાહેરનામાની અમલવારી શરૃ કરવામાં આવી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, ખાનગી બસોને નોન-એસી બસમાં ૧૦૦ ટકા તથા એસી બસમાં ૭પ ટકા ક્ષમતાથી મુસાફરોની આવન-જાવન કરી શકાશે. ઉપરાંત વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલને પણ ૬૦ ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજુરી આપવામાં આવી છે.

આજથી નવું જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે, જો કે રાત્રિ કર્ફયુ જામનગરમાં યથાવત્ રાખવામાં આવ્યો છે. જે તા. ૧-૮-ર૦ર૧ સુધી અમલમાં રહેશે. અન્ય તમામ નિયમો યથાવત્ રાખવામાં આવ્યા છે. માત્ર સ્વિમીંગ પુલ, વોટર પાર્ક ખોલવાની મંજુરી આપવામાં આવી છે.

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit