ધુતારપુરના સીએચસીમાં કોવિડ કેર સેન્ટરનો લાભ લેતા ગ્રામજનો

જામનગર તા. ૪ ઃ ધુતારપર સીએચસીમાં તા. ૨૦-૪-૨૧ થી કોવિડ કેર સેન્ટર કાર્યરત થયું છે. જેમાં હાલ સુધીમાં ૬૮ જેટલા દર્દીઓને ઓક્સિજનની સારવાર આપવામાં આવી છે. આ સાથે સીએચસીની બાજુમાં આવેલ તાલુકા શાળામાં પણ ૨૦ બેડની વ્યવસ્થા કરી કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં સીએચસીમાંથી બાવન દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત થયા છે. જયારે તાલુકા શાળાના સેન્ટરમાંથી ૧૮ લોકો સ્વસ્થ થઈ પરત ફર્યા છે. આ સમગ્ર વ્યવસ્થા ધારાસભ્ય રાવઘજીભાઈ પટેલ, તાલુકા પંચાયત જામનગર પ્રમુખ હસુભાઈ ફાચરા, સીએચસી અધિક્ષક ડો. જે.એચ. વ્યાસ, લાઈઝનીંગ ઓફીસર અને જામનગર તાલુકા વિકાસ અધિકારી દિવ્યરાજસિંહ ઝાલા, સરપંચ પરેશભાઈ ભંડેરી, પૂર્વ તાલુકા સદસ્ય હાર્દિકભાઈ પટેલ અને ટીમ સીએચસી ધુતારપર દ્વારા અન્ય ગ્રામજનોની સેવા અર્થે કાર્યરત છે. આ કોવિડ સેન્ટરના હેલ્પલાઈન કોલ માટે હસુભાઈ ફાચરા (મો.૯૯૨૫૮ ૭૦૫૬૬), હાર્દિકભાઈ પટેલ (૯૮૨૫૨ ૬૧૦૫૦) અને પરેશભાઈ (૯૯૭૯ ૯૫૧૦૫૨)નો સંપર્ક કરી શકાશે તેમ તાલુકા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit