Advertisement
Author: નોબત સમાચાર

ગ્રેઈન માર્કેટમાં એક ગોડાનઉમાંથી કુલ ૩ર૪ કિલો શંકાસ્પદ ભેળસેળિયું ઘી સીઝ કરાયું

જામ્યુકોની ફૂડ શાખાનું ચેકીંગઃ તેલ-ઘી, મીઠાઈ-ફરસાણની સતત ચકાસણીથી ફફડાટ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા એક ગોડાઉનમાંથી ૩ર૪ કિલો ઘી નો શંકાસ્પદ ભેળસેળવાળો જથ્થો કબજે કરી તેના નમૂના પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય કેટલાક મીઠાઈ-ફરસાણવાળાને ત્યાં ચેકીંગ કરી નમૂના લેવાયા હતાં.

જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં ગઈકાલે ફૂડ શાખાની ટીમ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.

મહંમદ હુશેન અબ્દુલ રઝાક કાશના ટ્રેડર નામના ગોડાઉનમાં તપાસ કરવામાં આવતા ૩ર૪ કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી નો જથ્થો મળી આવતા એ સ્થગિત કરી તેના નમૂના લેવાયા હતાં, અને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતાં.

આ ગોડાઉનમાંથી પ્રોટો વનસ્પતિ ઓઈલના ૧૬ ખાલી ડબ્બા અને ૪ ભરેલા ડબ્બા મળી આવ્યા હતાં તથા સુમન ગોલ્ડ રિફાઈન્ડ પામ તેલના ર ડબ્બા ખાલી તથા ૩.પ ડબ્બા ભરેલા પણ મળી આવ્યાહતાં. ઉપરાંત કલર, ફ્લેવરનો પણ પાંચ લીટરનો જથ્થો મળી આવ્યો હતો. આથી ફૂડ શાખાએ કુલ ૧,૧૩,૪૦૦ રૂપિયાનો ઘી નો જથ્થે તથા ગોડાઉન સીલ અને રૂ।. રપ,ર૯૦ ની કિંમતનો ઓઈલ, ફ્લેવરનો જથ્થો નાશ કરાયો હતો.

આ ઉપરાંત ગોકુલનગર વિસ્તારમાં ખાદ્ય ચીજોના નમૂના લેવાયા હતાં. જેમાં હરિઓમ નમકીન એન્ડ સ્વિટમાંથી ગાંઠિયા અને ગુલાબ બરફી, ધન લક્ષ્મી ફરસાણમાંથી તિખા ગાંઠિયાના નમૂના લેવાયા હતાં અને વિશ્વા ફરસાણમાંથી થાબડી, પેંડા, ખેતેશ્વર સ્વિટ એન્ડ નમકીનમાંથી ૧૦ કિલો વાસી મીઠાઈનો નાસ કરી સફેદ ટોપરાપાક અને મીક્ષ ચવાણાના નમૂના લેવાયા હતાં.

જ્યારે શ્રીરામ સ્વિટ એન્ડ નમકિનમાંથી મેસુબ અને ફરાળી ચેવડાના નમૂના લેવાયા હતાં જેને લેબ.માં મોકલાયા છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh